ધોળકા,તા.૨
ધોળકા ખાતે ખાડિયા વિસ્તારમાં રહેતા કાવીઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લેબોરેટરી ટેક્નિસિયન તરીકે ફરજ બજાવતી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ધોળકામાં ચકચાર મચી ગઇ છે. આ વાતની જાણ થતાની સાથે જ ધોળકા મામલતદાર હાર્દિક ડામોર, પીઆઇ એલ.બી. તડવી તથા પોલીસ સ્ટાફ, ધોળકા બ્લોક હેલ્થ અધિકારી મુનિરાબેન વોહરા તથા આરોગ્ય ટિમ, ધોળકા નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલ ન.પા. કર્મીઓ સાથે ખાડિયા પોંહચી ગયા હતા. ૧૦૮ દ્વારા આ મહિલાને કોરોનાની સારવાર માટે અમદાવાદ મોકલી આપેલ અને તેમના પરિવારના સભ્યોને હોમ કવોરન્ટાઇન કરી તેમનું પણ ચેક અપ કરવામાં આવેલ. ધોળકા નગરપાલિકા દ્વારા લકીચોકથી જામપીઠ બજાર, સ્ટેટ બેન્ક પાસે, જૂની શાક માર્કેટ, શેઠવાળા હોસ્પિટલ નજીક, મ્યુનિ. દવાખાના પાસે, મોટી ગોલવાડ વિસ્તારોમાં પતરાં ફિટ કરી સમગ્ર વિસ્તારો સીલ કરી દેવામાં આવ્યા છે. ધોળકા ફાયર બ્રિગેડ દ્વારા આ વિસ્તારોમાં સેનિતાઈઝેશન કરવામાં આવ્યું હતું. એ.એસ.પી. નિતેશ પાંડેય એ પણ સવારે આ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આરોગ્ય કર્મચારીઓએ પણ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે.
ધોળકામાં મહિલા લેબ ટેકનિશિયનને કોરોના : ખાડિયા સહિતના વિસ્તારો સીલ

Recent Comments