ધોળકા, તા.૨
ધોળકામાં કોરોના મહામારી વચ્ચે સ્થિતિ વકરી રહી છે.આજે કોરોના પોઝિટિવ દર્દી દિવાકરભાઈ પાઠક (રહે. સિદ્ધનાથ સોસાયટી, ક્લીકુંડ, ધોળકા)નું સારવાર દરમિયાન મોત નિપજતા કોરોનાના કારણે ધોળકામાં મૃત્યુ આંક સાત ઉપર પહોંચ્યો છે.દરમિયાન આજે ધોળકામાં કોરોના પોઝિટિવ ના વધુ ચાર કેસો નોંધાયા છે.જેમાં ઘાંચીઢાળમાં એક પુરુષ , સોનિવાડ ના નાકે એક પુરૂષર, ચાર શેરીમાં એક પુરૂષર, નીલકંઠ પાર્ક મફલિપુરમાં એક પુરૂષ દર્દીનો સમાવેશ થાય છે. ધોળકામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૯૨ ઉપર પહોંચ્યો છે. મંગળવારે ધોળકામાં સવારના ૮થી ૧૨ વાગ્યા દરમિયાન બજાર વિસ્તારમાં ખરીદી કરવા મોટાપાયે લોકો ઉમટી પડતા સંક્રમણનો ખતરો ઉભો થયો હતો.જોકે ૧૨ વાગે ધોળકા નગરપાલિકાના કર્મચારીઓએ ધોળકા પોલીસની મદદથી દુકાનો બંધ કરાવી હતી. ધોળકાના નગરજનોએ કોરોનાથી બચવા કામ વગર ઘરની બહાર નહિ નીકળવા તંત્ર દ્વારા ફરી એક વખત અપીલ કરવામાં આવી છે.