ધોળકા,તા.ર૬
ગુજરાત સરકાર દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ, ફુલ, શાકભાજીના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકેલ છે. જે અંતર્ગત આજરોજ ધોળકા, ધંધુકા, ધોલેરાના ખેડૂતોને વિનામૂલ્યે છત્રી વિતરણના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શંકરભાઈ દલવાડી ચેરમેન ગુજરાત હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમના વરદ હસ્તે ધોળકા પટેલવાડી મૂકામે રાખવામાં આવેલ હતો. આજના કાર્યક્રમ માજી ધારાસભ્ય કાંતિભાઈ લકુમ, નગરપાલિકાના પ્રમુખ ભરતભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ ચેરમેન કિરીટસિંહ ડાભી, શહેર ભાજપ પ્રમુખ જે.ડી પટેલ, તાલુકા પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી, નગરપાલિકા કાઉન્સિલર કનુભાઈ પરમાર, જનકભાઈ કા પટેલ, જયેશભાઈ ત્રિવેદી, દેવેશભાઈ પટેલ, લાભુભાઈ રાણા તેમજ નાયબ બાગાયત નિયામક જે.એમ.પટેલ સાહેબ તથા ખેતીવાડી અધિકારીનો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.