ધોળકા ખાતે મોહંમદી પ્રાથમિક શાળા , ગુલીયારા મસ્જિદ અને હાર્ટીમાર્ટના મેઈન રોડ પર ગટરના પાણી વહી રહ્યા છે.આ ગટરનું પાણી ગુલીયારા મસ્જિદ થી ઘાંચીઢાળ તરફના માર્ગ પર આવેલી ગટર ની એક ચેમ્બરમાંથી બહાર નીકળે છે અને ગુલીયારા મસ્જિદ તરફ આવે છે.આ જાહેર માર્ગ ઉપર ગટરનું ગન્દુ પાણી જમા થતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર આ બાબતને ગંભીર ઘણી તાત્કાલિક આ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ કરાવે તેવી સ્થાનિક લોકોની માગણી છે.
Recent Comments