(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૭
તાજેતરમાં આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં થયેલ જૂથ અથડામણમાં લઘુમતી સમાજના લોકોના ઘરો તેમજ ધંધા રોજગારના કેબીનો, દુકાનોમાં વ્યાપક પ્રમાણમાં લૂંટફાટ કરી આગચંપી કરી વ્યાપકપણે આર્થિક નુકસાન કરેલ. જેથી ખંભાત શહેરના છૂટાછવાયા રહેતા તેમજ જેમના ઘરવખરી, દાગીનાની લૂંટફાટ કરી ઘર સળગાવી નાખ્યા હોય તેવા લોકો માટે સાલવા વિસ્તારમાં રાહત છાવણી શરૂ કરવામાં આવી છે. આવા કપરા સમયમાં ખંભાતના લઘુમતી સમાજના લોકોને મદદરૂપ થવા ધોળકા શહેરમાંથી લાલબાગ યંગ કમિટી દ્વારા મહેબૂબભાઈ પાલડીવાલા, મ્યુનિસિપલ કાઉન્સિલર મુનશી મહમદ ઝરરારખાન ઉર્ફે હનીફ ખાન, માજી.મ્યુ. કાઉન્સિલર સાકીર મીયા મલેક તેમજ બિલાલભાઈ વ્હોરાના માર્ગદર્શન હેઠળ ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનાજ, તેલ, કરીયાણુ તેમજ કપડા સહિત માલસામાન ભરી સાલવા પહોંચાડેલ. લાલબાગ યંગ યુનિયન દ્વારા હજૂ ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાંથી સહાય ઉઘરાવવાનું ચાલુ છે. લાલબાગ યંગ યુનિયન દ્વારા પ્રશશનિય કામગીરી કરવામાં આવી છે.
સતારભાઈ મુરધાવાલા, ઇમરાનભાઈ ઘાંચી, સતારભાઈ વેપારી, સમશેરખાન રંગવાલા, સોહીલભાઈ ઘાંચી, ઈરફાનભાઈ ગડીત, મેમુદભાઈ ખટુમરા તેમજ મકબુલભાઈ ઘાંચી સહિતના યુવકો ટ્રક ભરીને રાહત સામગ્રી લઈ ખંભાત જઈ તોફાન અસરગ્રસ્તોને રાહત સામગ્રી પૂરીનું વિતરણ કરી નેક કામ કર્યું હતું.