ધોળકા ખાતે મનસુરી એમ.આઈ.કુપ્પીવાલા ગર્લ્સ હાઈસ્કૂલમાં કોરોના મહામારી બાદ ૧૦ માસ પછી ધો.૧૦ અને ધો.૧૨ના વર્ગો આજથી શરૂ કરાયા છે. થર્મલ ગનથી વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાઓનું ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો હતો.સેનેતાઈઝેશન અને સોસિયલ ડિસ્ટનસિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવેલું. આ પ્રસંગે છાત્રાઓને આવકારવા માટે ધોલકા અંજુમને નવજવાન ટ્રસ્ટનાં પ્રમુખ વશીહૈદર પીરઝાદા, સેક્રેટરી સરફરાઝ મેમણ, મોહંમદી પ્રાથમિક શાળાના આચાર્ય મુસ્તાક અહેમદ મનસુરી, મનસુરી એમ.આઈ.કુપ્પીવાલા ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્યા રેહાનાબેન બુખારી એ હાજર રહી છાત્રાઓને માસ્કનું વિતરણ કરી હોંશભેર આવકારતા છાત્રાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. એમ મોહંમદી તાલીમ કમિટી, ધોળકાના પ્રમુખ મનસુરી અલ્લારખાભાઈ પેટ્રોલપમ્પવાળા અને સેક્રેટરી શેખ ઉસમાનગની અલાદ એ જણાવ્યું છે.