હુસ્નુદ્દીનમિયાં બાવાનાં હસ્તે ખાતમુહૂર્ત કરાયું

(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૩
આજરોજ ધોળકાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન મુજબ સમગ્ર શહેરમાં હાલ વિકાસના કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે તે અંતર્ગત આજે નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯/ ૨૦ જનરલ રેન વાડા વિસ્તારમાં મિર્ઝા પાન પાર્લરથી આરજી વાઘેલાની દુકાન સુધી રૂપિયા ૧૪,૮૦,૮૨૮નાં સીસી રોડનું ખાતમુર્હત મુસ્લિમ સમાજના ધર્મગુરૂ જનાબ સૈયદ હુસ્નુદ્દીનમિયાંબાવા હુસેની સાહેબના વરદહસ્તે કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જનાબ આરીફમિયા સૈયદ નગરપાલિકાના કાઉન્સિલર કનુભાઈ પરમાર, મુબીન અહેમદ મોમીન, સમીર એહમદ મન્સુરી, ગૌતમ પરમાર, ઇસ્તીયાક માસ્તર તેમજ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
(તસવીર : લિયાકત મનસુરી, ધોળકા)