ધોળકા, તા.૧૮
ધોળકા-ખેડા હાઈવે પર સહીજ ગા મ નજીક નંબર પ્લેટ વિનાની સફેદ કાર સાથે સિવિલ ડ્રેસમાં બે ઈસમો તથા ટ્રાફિક બ્રિગેડના બે જવાનો વહેલી સવારે વાહનોને રોકી“ઊઘરાણું” કરતા નજરે ચડ્યા હતા. આ બાબતને અમદાવાદ (ગ્રામ્ય)ના એસ.પી. તથા ધોળકાના એએસપી ગંભીરતાથી લઈ જવાબદારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઊઠી છે. પ્રાપ્ત માહીતી મુજબ ધોળકા-ખેડા હાઈવે પર ધોળકા રૂરલ પોલીસની હદમાં સહીજગામના પાટીયા પાસે નિર્માણાધિન પેટ્રોલપંપની સામેની સાઈડે તાજેતરમાં વહેલી સવારે એક સફેદ કલરની નંબર વગરની કાર પડી હતી. તેમાં સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિ બેઠી હતી. જ્યારે હાઈવે પર સિવિલ ડ્રેસમાં એક યુવક તથા ટ્રાફિક બ્રિગેડના બે જવાનો વર્ધી પહેરાલા ઊભા હતા. જેઓ હાઈવે ઉપરથી પસાર થતી ટ્રકો સહિતના વાહનોને રોકીને રીતસર “ઊઘરાણું” કરતા હતા. શું આ લોકો દરરોજ અહીં ઊભા રહીને વાહનચાલકોને ખંખેરે છે ? નંબર પ્લેટ વિનાની કારમાં બેસીને “ ઊઘરાણા”ની રકમ ભેગી કરનાર ઈસમ કોણ છે ? શું પોલીસના જવાબદાર અધિકારીઓને આ વાતની ખબર છે ખરી ? અમદાવાદ (ગ્રામ્ય)ના એસ.પી. રાજેન્દ્ર અસારી તથા ધોળકાના નવનિયુક ૈંઁજી અધિકારી એએસપી નિશિત પાંડે આ બાબતને ગંભીર ગણી તાત્કાલિક સરપ્રાઈઝ ચેકિંગ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઊઠી છે.