ધોળકા, તા.૨૭
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં કોરોનાનાં કેસો નોંધાવાનું સતત જારી છે. તા. ૨૭-૦૬-૨૦૨૦નાં રોજ ધોળકા શહેરના કમુવાડા, મુન્શીનો ટેકરો, ઝન્ડિયાકુવા, સરસ્વતી સોસાયટી અને દેવતીર્થ સોસાયટીમાં કોરોના પોઝિટિવના એક-એક કેસો નોંધાયા છે. જ્યારે ધોળકા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવના પાંચ કેસો નોંધાયા છે. જેમાં કામપુર ગામમાં ત્રણ અને સિમેજ ગામમાં બે કેસો નોંધાયા છે.