ધોળકા,તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ દિવસ નિમિત્તે સેવા સપ્તાહ ઉજવવાનું નક્કી કર્યું હોય ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સ્લમ વિસ્તાર. તેમજ જોષીપોળ. છીપવાડ. ગુદરા. વગેરે વિસ્તારમાં ફરજ. સંસ્થા દ્વારા સેનિટ રાઈઝર કીટ. જેમાં સાબુ, માસ્ક, સેનેટ રાઈઝર સેનેટરી પેડ. વગેરેનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ ધોળકા નગરપાલિકા ખાતે. સફાઈ કામદારો તેમજ નગર પાલિકાના સ્ટાફને. કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ભરત પટેલ, સંગઠન પ્રમુખ જે ડી પટેલ, જિલ્લા ભાજપ મંત્રી માણેક બેન પરમાર, નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ દેસાઈ, ભારતીબેન રાણા, મહેન્દ્રસિંહ મહિડા, કાઉન્સિલર કનુ પરમાર, કિંજલબેન જોષી , અશોક ભાઈ મકવાણા, મહામંત્રી કિરણ પટેલ, સંગઠનના હોદ્દેદારો,મોરચાના પ્રમુખ મહામંત્રી, મહિલા મોરચા બહેનો તેમજ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.