ધોળકા, તા.૨૪
નાગરિક સંશોધન કાયદાનાં વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા તા. ૨૬/૧૨/૨૦૧૯, ગુરૂવારે “ધોળકા બંધ”નું એલાન આપવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ CAA અને NRCનાં કાયદાનાં વિરોધમાં લોકશાહી ઢબે કાર્યક્રમ આપવા ચર્ચા-વિચારણા કરવા માટે ધોળકા ખાતે ટાવર બજારમાં આવેલી તાજદારે મદીના મસ્જિદમાં મુસ્લિમ સમાજની મીટીંગ મુસ્લિમ ધર્મગરૂ મૌલાના મોહંમદયુસુફ નકશબંદી-અશરફીનાં અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મ્યું.સભ્ય મોહંમદ ઝર્રારખાન મુન્શી, ફારૂકભાઈ બેટરીવાલા, મશઉદખાનજી તાલુકદાર, મનસુરખાનજી તાલુકદાર સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યાં હતા. આ મીટીંગમાં તા.૨૬/૧૨/૨૦૧૯, ગુરૂવારે ધોળકા શહેરમાં મુસ્લિમોએ પોતાના ધંધા-રોજગાર સ્વયંભ સ્વૈચ્છિક શાંતિપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. મૌલાના એ લોકોને કાયદો અને વ્યવસ્થતા જાળવી રાખવા હાકલ કરી હતી. ગુરૂવારનાં “ધોળકા બંધ”નાં એલાન સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
“ધોળકા બંધ”નું એલાન : મુસ્લિમો ગુરૂવારે ધંધા-રોજગાર બંધ રાખશે

Recent Comments