બાવળા, તા.ર૮
કિરણકુમાર રામશંકર ઉપાધ્યાય ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડમાં પ્રાદેશિક અધિકારી અમદાવાદ જેઓ ગાંધીનગર સેકટર ૧૦ એ પર્યાવરણ ભવન તથા મદદનીશ ઇજનેર તરીકે દ્રિજેન ઉમેશભાઇ વ્યાસ તથા ધવલભાઇ કનુભાઇ પટેલ તથા અરવિંદભાઇ એ ગઢવી ગત તા.રર/ર/૧૮ના રોજ મદદનીશ ઇજનેર દ્રિજેન ઉમેશભાઇ વ્યાસએ બાવળા-ધોળકા રોડ ઉપર જુવાલ રૂપાવટી ગામની સીમમાં કોઇ અજાણ્યા માણસો વેસ્ટ કેમિકલ ભરેલ ડ્રમ નાંખી ગયેલ જે અંગે બાવળા પોલીસ સ્ટેશન જા.જોગ જાહેરાત આપેલ. જે જા.જોગની તપાસ દરમ્યાન એ.એસ.આઈ. ભાથીજી અને વિપુલસિંહને હકિકત મળેલ કે આ જોખમી લોકોના જીવને હાનિકારક તથા પર્યાવરણને નુકશાનકારક વેસ્ટ કેમિકલ ધોળકા બેકા ટેકરી ખાતે રહેતા જહીરખાન રેજુલહસન પઠાણ જે ઇંટોનો ભટ્ટો ચલાવે છે. તેણે તેના ગામના આસિફઅલી સિદ્દીખાન પઠાણ રહે. નારોલ બોમ્બે હોટલ પાસે કૈજાન પાર્ક સહેનાજ જાકીરઅલી પઠાણના મકાનમાં અમદાવાદ પાસે ઇંટોના ભઠ્ઠામાં બળતણ માટે મંગાવેલ. આ આસિફઅલી સિદિકખાને આ વેસ્ટ કેમિકલના બેરલ સોખડા ગામ તા.ખંભાત ખાતે આવેલ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કંપનીના માલિક ધર્મેશ જયંતિલાલ પટેલ રહે. સાજન ફળીયુ ખારોપાટ ખંભાત તથા આ કંપનીના મેનેજર વિપુલભાઇ અશ્વિનભાઇ પટેલ રહે. ખંભાતને મળી તેઓની પાસેથી સદર ગુજરાત ઇન્ડિસ્ટ્રીયલ કેમિકલ કંપનીમાંથી આયશર ગાડીમાં વારા ફરતી આશરે ૭૦ જેટલા ર૦૦ લીટરની ક્ષમતાવાળા ડ્રમમાં ભરી લાવી બાવળા ધોળકા રોડ ઉપર જુવાલ રૂપાવટી ગામની સીમમાં તા.૧૩/૦૨/૧૮ના પહેલા નાખેલા બેરલમાં ત્રણ આરોપી (૧)જહીરખાન રેજુલહસન પઠાણ ધોળકા બેકા ટેકરી, (ર)આસિફઅલી સિદ્દીખાન પઠાણ રહે. નારોલ બોમ્બે હોટલ પાસે અમદાવાદ (૩) મેનેજર વિપુલભાઇ અશ્વિનભાઇ પટેલ રહે. ખંભાત તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ કંપનીના માલિક ધર્મેશ જયંતિલાલ પટેલ રહે. સાજન ફળીયુ ખારોપાટ ખંભાતની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.