અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.૨૭ જૂને ધોળકા વિધાનસભાની અગત્યની મિટિંગ કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં અધ્યક્ષતા હેઠળ મળી હતી. આ મીટિંગમાં જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ, જિલ્લા પ્રભારી સી.ડી.પટેલ, ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ મન્ડોરાએ પ્રાસંગિક સંબોધન કર્યા હતા. મીટિંગમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ રાજુભાઇ મેયર, મુન્નાભાઈ પટેલ, માધુભાઈ ઠાકોરના ધર્મપત્ની તેમજ કોરોનાના કારણે મરણ પામેલા કાર્યકર્તાઓને સંવેદના પાઠવી હતી. તેમણે આગામી ચૂંટણીઓ અંગે તૈયારી કરવા જણાવેલ અને કોરોના મહામારી દરમિયાન ઉમદા કામગીરી બજાવનારા કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહામંત્રીઓ તેમજ આગેવાન કાર્યકર્તાઓ તથા નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતાં.