(સંવાદદા દ્વારા) ધોળકા, તા.૧પ
ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરના રોજ આવતો હોય પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘સેવા સપ્તાહ’નું આયોજન તારીખ ૧૪ થી ૨૦ દરમિયાન કરવા જણાવેલ તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી ધોળકા દ્વારા શહેર આજરોજ દિવ્યાંગોને વિભિન્ન પ્રકારના સાધન સહાય આપવામાં આવી. જે કાર્યક્રમમાં ધોળકા શહેર નગરપાલિકા પ્રમુખ ભરતભાઇ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી માણેક બેન પરમાર, પૂર્વ ન.પા. પ્રમુખ ભારતીબેનરાણા, પૂર્વ પ્રમુખ રાજુ ભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન જનકભાઈ કા પટેલ, રાજેન્દ્રભાઈ આસ્તિક, મહામંત્રીઓ કિરણભાઈ પટેલ, યશવંતભાઈ મિસ્ત્રી, કાઉન્સિલરઓ, સંગઠનના હોદ્દેદારો, મોરચાના પ્રમુખ મહામંત્રી, તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.