ધોળકા, તા.૧ર
ધોળકા શહેર માં સરસ્વતી કન્યા વિદ્યાલય સંકુલમાં ફરજ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી તેમજ ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી અને ધોળકાના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બનાવવામાં આવેલ રીવૅસ બોર જળસંચય અભિયાનના ભાગરૂપે વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાની યોજના અંતર્ગત રિવર્સ બોર બનાવી તેને સ્કૂલને અર્પણ કરવાનો કાર્યક્રમ આજરોજ કરવામાં આવ્યો. ચુડાસમાએ જણાવેલ હું વર્ષોથી કહેતો આવ્યો છું કે ઇઝરાયલ જેવા નાના દેશમાં જળ સંકટ હોય તેઓ વરસાદી પાણી ઉપર નભે છે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવા મોટા મોટા ટાંકાઓ બનાવે છે તેમાંથી તેઓ પીવાનું પાણી ખેતી નો ઉપયોગ કરે છે પાણી એ જળ એજ જીવન જેને સાર્થક કરતા આજે ફરજ સંસ્થા દ્વારા લોક ભાગીદારી થકી રિવર્સ બોર બનાવી આપવામાં આવેલ જેમાં સેવા સહકાર યુવા અન સ્ટોપેબલ તરફથી અમિતાભ શાહ, પવનભાઈ જેન, સ્કૂલના ટ્રસ્ટી ગણ અરૂણ ઓઝા, રાજેન્દ્ર આસ્તિક નગરપાલિકા પ્રમુખ ભરત પટેલ સંગઠન પ્રમુખ જે.ડી.પટેલ. હાજર રહ્યા હતા