અમદાવાદ, તા.૧૨
તાજેતરમાં લેવાયેલી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરિણામમાં ગુણચકાસણી અરજી અન્વયે શિક્ષણ બોર્ડે ગુણચકાસણીના જવાબો સંબંધિત શાળાઓમાં મોકલાયા છે. આ પરિણામના જવાબો અન્વયે વિદ્યાર્થીઓએ શાળામાં તપાસ કરી લેવી. શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ ર૦ર૦માં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ તા.૧પ/૯/ર૦ર૦ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ બાદ નિયત સમય મર્યાદામાં મળેલા ગુણચકાસણીની અરજી અન્વયે ગુણચકાસણી ચેઈન્જ/નોચેઈન્જના જવાબો પોસ્ટ દ્વારા સંબંધિત શાળાઓને મોકલી આપવામાં આવી છે તો વિદ્યાર્થીઓએ શાળાઓમાંથી મેળવી લેવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુણચકાસણી બાદ ગુણમાં સુધારો થતો હોય તેવા કિસ્સામાં નવી માર્કશીટ શાળામાં પહોંચતી કરવામાં આવશે. જે સંબંધિત શાળામાંથી મેળવી લેવાની રહેશે. જેની શાળાના આચાર્ય, વાલી તથા વિદ્યાર્થીઓએ નોંધ લેવી તેમ શિક્ષણ બોર્ડે જણાવ્યું છે.