(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર૭
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પોલીસ તંત્ર દબંગગીરી કરતું હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામે છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ દ્વારા લઘુમતી સમાજના બે યુવકો સાથે પણ દબંગગીરી કરતા આ બંને યુવાનો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ધ્રાંગધ્રામાં બે લઘુમતી કોમના યુવાનોને મારવા પાછળનું કારણ હાલમાં અકબંધ છે. આ બનાવના લીધે લઘુમતી સમાજમાં રોષ છવાયો છે. અગાઉ પણ મુસ્લિમ લઘુમતી યુવાનોને સામાન્ય બાબતમાં મારમારતા યુવાનની બંને કિડની ફેલ થયેલ અને તેમને પણ વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ ત્યારે લઘુમતી સમાજ માટે પોલીસ પડકારજનક સાબિત થઈ છે.