ધ્રાંગધ્રા, તા.૩૧
ધ્રાંગધ્રાના કાપેલીધાર પાસે અગમ્ય કારણોસર ૬ ગાયોનાં મોત થતા અને ૧૩ જેટલી ગાયો જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી હોવાની જાણ થતા પશુપાલકો અને પશુ ડોક્ટરોમાં દોડધામ મચી જવા પામી હતી. ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર આવેલા કાપેલીધાર વિસ્તાર નજીક કેટલાક માલધારીઓ તેમના પશુઓનો વગડામાં ચરાવવા લઈ જતા હોય છે ને ત્યાંજ કોઇએ કેમિકલયુક્ત ખોરાક ખુલ્લામાં ફેંકયો હોઈ એ ખોરાક ખાવાથી ગાયોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાન બીમાર પડેલી ગાયોને હાલમાં ગૌપ્રેમીઓ અને પશુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે ને મૃત પશુઓનું પીએમ કરાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઇ છે જે પછી જ મોતનું સાચું કારણ જાણવા મળી શકે છે. હિંદુ ગૌરક્ષા દળ, ધ્રાંગધ્રા જીવદયા પરિવરના જણાવ્યા મુજબ અખાદ્ય ચીજ ખાવાથી ગાયોનાં મોત થયા છે.
ધ્રાંગધ્રા પાસેના કાપેલીધાર વિસ્તારમાં ૬ ગાયોનાં મોત : ૧૩ ગંભીર

Recent Comments