(એજન્સી)                                                                          તા.૧૯
ન્યુરેમબર્ગમાં ૭૦૦,૦૦૦ સમર્થકોની હાજરીમાં નાઝી પાર્ટીની કોંગ્રેસમાં દર્શાવવામાં આવેલી લેની રીફેનસ્ટાહલની ટ્રાયમ્ફ ઓફ ધ વિલ (૧૯૩૫), એ અત્યાર સુધીની સૌથી મહાન ડોક્યુમેન્ટ્રી પૈકી એક હોવાનું કહેવાય છે. તે માત્ર સિનેમામાં જ નહીં, પણ પ્રચારમાં પણ માસ્ટરક્લાસ ફિલ્મ છે, કારણ કે તે જર્મન પુરૂષત્વ, અને નાઝી જર્મનીની દોષરહિત સંસ્થાકીય કુશળતાનું આદર્શ સંસ્કરણ દર્શાવે છે. એડોલ્ફ હિટલરે આ ફિલ્મનું સંચાલન કર્યું હતું અને તે એક્ઝિક્યુટિવ નિર્માતા હતા. રિફેન્સ્ટાહલ, જેઓ કોમર્શિયલ ફિલ્મોમાં અભિનેતા હતા, તે સમયે હિટલરના પ્રિય દિગ્દર્શક અને થર્ડ રીકના મહાન પ્રચારક હતા. તેણીએ ૧૯૩૬ના ઓલિમ્પિકમાં નાઝી જર્મનીને દર્શાવવા માટે બીજી એક ખૂબ વખાણાયેલી ડોક્યુમેન્ટ્રી ઓલિમ્પિયા (૧૯૩૮) બનાવી હતી અને જ્યાં આફ્રિકન અમેરિકન એથ્લેટ જેસી ઓવેન્સે ચાર સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા અને સરમુખત્યારની આર્યન સર્વોપરિતાની દંતકથાને નષ્ટ કરી હતી. આનાથી તેણીને વિશ્વભરમાં વધુ પ્રશંસા અને પાથ-બ્રેકિંગ ફિલ્મ તકનીકો માટે પુરસ્કારો મળ્યા હતા જેના લીધે આ ફિલ્મ નિર્માતાઓ લોકપ્રિય થયા હતા અને તેના તેણી એક અપ્રમાણિક પ્રચારક બની ગઈ હતી.
વિવેક રંજન અગ્નિહોત્રી એ બીજેપી માટે ખૂબ લોકપ્રિય બની ગયા છે, ભલે તેમની આ ફિલ્મ નિર્માણના ધોરણોથી ખૂબ જ નિમ્ન હોય. ધ કાશ્મીર ફાઇલ્સ સાથે, અગ્નિહોત્રી બીજેપીના મનપસંદ નિર્દેશક બની ગયા છે અને તેમની પદ્ધતિ ભાજપ પાર્ટીના પ્રચાર સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે અને માટે જ નરેન્દ્ર મોદી અને તેમના અનુયાયીઓ દ્વારા આ ફિલ્મને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. છેલ્લી વખત ક્યારે કોઈ વડાપ્રધાને કોઈ ફિલ્મ વિશે આટલી સંપૂર્ણ રીતે વાત કરી અને તેનું સમર્થન કર્યું હશે અને તેના ટીકાકારો સામે પ્રહારો કર્યા હશે ? ભાજપના ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ તેને ટેક્સમાં છૂટ આપી છે. આ ફિલ્મ ૧૯૮૯માં આતંકવાદ ફાટી નીકળ્યા પછી આતંકવાદીઓએ અનેક સમુદાયને નિશાન બનાવવાનું શરૂ કર્યા પછી રાજ્યમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત વિશે વાત કરે છે. તેમાંથી હજારો લોકો તેમના ઘર છોડીને ભારતના અન્ય ભાગોમાં ગયા હતા. કાશ્મીર પંડિત સંઘર્ષ સમિતિનું કહેવું છે કે, ૧૯૯૦થી ૨૦૧૧ સુધીમાં ૩૯૯ લોકો માર્યા ગયા હતા, જેમાંથી ૭ ટકા પહેલા વર્ષમાં જ માર્યા ગયા હતા. ત્યારથી કુલ સંખ્યા વધીને આજે ૬૫૫ થઈ ગઈ છે. અન્ય અંદાજો મુજબ આ સંખ્યા ૭૦૦થી ૧,૩૦૦ સુધીની છે. આ ફિલ્મ સૂચવે છે કે ઘણા વધુ પંડિતો મૃત્યુ પામ્યા છે અને તે હિજરતને દોષી ઠેરવે છે. આ ક્રમમાં કોંગ્રેસ, ઉદારવાદીઓ, માનવ અધિકારોવાળાઓ, નક્સલ સહાનુભૂતિ ધરાવતા અને અલબત્ત મુસ્લિમો આ દેશની ખરાબ પરિસ્થિતિ માટે શંકાસ્પદ રીતે દોષિત છે. તેમના મતે, જેએનયુ એ રાષ્ટ્રના દુશ્મનોનો અડ્ડો છે. આ બધુ મોટેથી અને વારંવાર કહેવામાં આવે છે અને ઘણીવાર હકીકતોને અવગણવામાં આવે છે. અગ્નિહોત્રી રાજીવ ગાંધી પર આક્ષેપ કરે છે પરંતુ સત્ય એ છે કે એ સમયે ભાજપ સમર્થિત વી.પી. સિંહની દિલ્હીમાં સરકાર હતી. કાશ્મીરના ગવર્નર તરીકે જગમોહન હતા જે સંપૂર્ણ રીતે ભાજપ દ્વારા સમર્થિત હતા, જે બાદમાં ૧૯૯૬માં જોડાયા હતા અને જાન્યુઆરી ૧૯૯૦થી તેઓ મુક્ત રીતે કામ કરતાં હતા, કારણ કે તેમને પ્રશ્નો પૂછવા માટે કોઈ રાજ્ય સરકાર ન હતી. આ ઉપરાંત, આ ફિલ્મ કોઈપણ રીતે કોઈ ઐતિહાસિક સંદર્ભ આપતી નથી અને એ હકીકતને અવગણી છે કે સેંકડો મુસ્લિમો પણ આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા, જેમાં નેશનલ કોન્ફરન્સના સભ્યોનો પણ સમાવેશ થાય છે. આની વચ્ચે, આ ફિલ્મ એક સૂચનમાં પણ એવી ઝલક આપે છે કે જો કલમ ૩૭૦ હટાવી દેવામાં આવી હોત, જેમ કે મોદી સરકાર દ્વારા ૨૦૧૯માં નાબૂદ કરવામાં આવી તો આ હિજરત અને હત્યાઓ ન થઈ હોત. આ ગુસ્સા સાથેના વોટ્‌સએપ ચેટ કહી શકાય છે અને તથ્યોને ધ્યાનમાં લીધા વિના આવા ખોટા તથ્યો મોટા સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં હત્યાઓનું પ્રમાણ અતિશયોક્તિપૂર્ણ છે, સંભવતઃ કારણ કે અગ્નિહોત્રી માને છે કે ‘નરસંહાર’ શબ્દ દર્શાવવા માટે વધુ સંખ્યાઓ દર્શાવવી જરૂરી છે. આ સ્પષ્ટપણે ભાજપના પોતાના દૃષ્ટિકોણ અને તેના રાષ્ટ્રના દુશ્મનોની સૂચિ સાથે સારી રીતે સમન્વય કરે છે. આ ફિલ્મ આત્યંતિક રીતે શોષણકારી છે, જે ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતીય મુસ્લિમો સામે ચોક્કસ મૂડ બનાવવા માટે બનાવવામાં આવી છે. તેને જોતા, ‘મુસ્લિમો ખૂની’ છે એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત નથી કે, મહેબૂબા મુફ્તી, જેમના પિતા મુફ્તી મોહમ્મદ સૈયદ એ સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન હતા, તેમણે કહ્યું છે કે, ભાજપ પંડિતોના દર્દને પોતાનું હથિયાર બનાવી રહી છે. અગ્નિહોત્રીના દુશ્મનો અને ઈર્ષાળુ હરીફોની સૂચિ અહી અટકતી નથી. તે એવા લોકો સામે તમામ આરોપો કરે છે જેમના માટે તે માને છે કે તેમણે તેની વ્યવસાયિક રીતે હિટ ફિલ્મને પૂરતા પ્રમાણમાં સ્વીકારી નથી અને તેમાં ઉદ્યોગમાં તેના પોતાના સાથીદારો, મીડિયા અને ખાસ કરીને ફિલ્મ વિવેચકો સામે આંતરિક પૂર્વગ્રહ ધરાવે છે. અગ્નિહોત્રી તેમના દૃષ્ટિકોણ માટે હકદાર છે, ઘણા વિવેચકોએ પણ ફિલ્મ વિશે પ્રશંસાત્મક વસ્તુઓ કહી છે, તે જ સમયે, અનેક સમીક્ષકોએ તેમાં ખામીઓ દર્શાવતા કહ્યું છે કે તેમાં દર્શાવેલી હકીકતો ખોટી છે. તેમ છતાં, અગ્નિહોત્રી તેમની ફિલ્મ કાશ્મીર ફાઇલ્સને લોકોની નજરમાં રાખવા માટે તે સતત કંઈક નવું કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં દાવો કર્યો હતો કે યુએસ રાજ્ય રોડે આઇલેન્ડે તેની ફિલ્મને કારણે ‘કાશ્મીર નરસંહારને સત્તાવાર રીતે માન્યતા આપી છે.’ આ દાવો પણ શંકાસ્પદ છે. આ ફિલ્મ માત્ર દર્શકોને જ નહીં પરંતુ સમાજમાં ખરાબ વર્તનને પણ આકર્ષિત કરી રહી છે. થિયેટરોમાં આક્રમક રાષ્ટ્રવાદી સૂત્રો પોકારવાના અહેવાલો આવ્યા છે. અલબત્ત, ઁસ્ અને કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ તેનું સમર્થન છે, એ વાતમાં સહેજ પણ શંકા નથી કે ભાજપ કાશ્મીર ફાઇલ્સની ગમે તેટલી પ્રશંસા કરે, તે તેમને કાયદેસરના પ્રશ્નો માટે મદદ કરશે નહીં. શા માટે દિલ્હીમાં ભાજપ સરકારો અને હવે કાશ્મીરમાં કેન્દ્રીય શાસન પણ પીડિત પંડિતોને કોઈ પ્રકારનો ન્યાય મેળવવામાં મદદ કરવામાં નિષ્ફળ ગઈ છે. મોટાભાગના પંડિતોએ ભારત અને વિશ્વના અન્ય ભાગોમાં પોતાના માટે જીવન સફળ બનાવ્યું છે. તેઓ હજુ પણ ન્યાય ઈચ્છે છે, પરંતુ હજુ સુધી કોઈપણ સરકારે તે આપવા માટે કોઈ વલણ દર્શાવ્યું નથી. આ જટિલતાઓ માત્ર અગ્નિહોત્રી માટે જ નથી. તેમનો ઇરાદો કેટલાક મુદ્દાઓ અને ઘણા પૂર્વગ્રહોને તોડી નાખવાનો છે અને તે સફળ થઈ રહ્યા છે. અન્ય ફિલ્મ નિર્માતાઓએ પણ ઉચ્ચ નેશનલિસ્ટિક ફિલ્મો બનાવી છે તે પૈકી અમુક ખૂબ જ સારી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, હવેથી બધા નિર્માતાઓ અગ્નિહોત્રીના માર્ગે જઈને આવી ફિલ્મો બનાવવાનું પસંદ કરશે.      (સૌ.ઃ ધ વાયર.ઈન)