(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
દેશમાં ચાલી રહેલા ધિક્કારના વાતાવરણમાં સત્યને ઢાંકીને પીડાનું રાજનીતિકરણ કરતી વિવેક અગ્નિહોત્રીની
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ મુસ્લિમો વિરૂદ્ધ નફરતનો એક નવો અધ્યાય શરૂ કરે છે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક એવી ફિલ્મ છે જે ‘સંઘ પરિવાર’ માટે મુસ્લિમ વિરોધી નફરતના મુખ્ય પ્રવાહમાં પ્રચારના
સાધન તરીકે કામ કરે છે. જો કલમ ૩૭૦ નાબૂદ કરવી એ ભાજપ અને તેના પરિવાર માટે મત મેળવવા માટેની
એક તક હતી, તો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ લાભોને વધુ મજબૂત કરવા માટે પૂરતો ઓક્સિજન પૂરો પાડ્યો છે.
૨૦૨૪ની સામાન્ય ચૂંટણી પહેલા સંઘને ધ્રુવીકરણ અને ત્રીજી ટર્મ જીતવા માટે પૂરતો ઓક્સિજન મળ્યો છે. વિપક્ષ
કાં તો ખતમ થઈ ગયો છે અથવા બહુમતીવાદની વોટબેંકની રાજનીતિ કરવા માટે નરમ-હિંદુત્વની રમત રમી
રહ્યો છે. કાશ્મીરી પંડિતો (દ્ભઁજ)એ નિઃશંકપણે ઘણું સહન કર્યું છે. ૩૨ વર્ષથી તેઓ પોતાની ભૂમિમાં શરણાર્થીઓની
જેમ જીવી રહ્યા છે. જ્યારે કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયો, ત્યારે તેઓ ગોળીબાર અને બોમ્બથી બચવા રાતના
સમયે જમ્મુ ભાગી ગયા. તેઓ પોતાનું જીવન નવેસરથી શરૂ કરતા પહેલા જમ્મુ અને દિલ્હીના કેમ્પમાં રહેતા હતા.
વર્ષોથી કાશ્મીર પંડિતોની હિજરતને અલગ-અલગ ટિ્‌વસ્ટ સાથે રજૂ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે ‘શીન’,
‘શિકારા’ અને અન્ય ફિલ્મો. બોલિવૂડના દક્ષિણપંથી નિર્માતાઓ લાંબા સમયથી કાશ્મીરના મુસ્લિમો વિરૂદ્ધ નફરત
અને પ્રચાર કરી રહ્યા છે.
જો કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અલગ છે, તે નફરત અને પ્રચારને ઉચ્ચ સ્તર પર લઈ ગઈ છે. રાજ્યના સમર્થન સાથે
આ ફિલ્મ ૧૦૦ કરોડના ક્લબમાં પ્રવેશ કરે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન
અમિત શાહ સુધી શાસક ગઠબંધનના દરેક રાજકારણી આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. જ્યારે કોઈ થિયેટરમાં આ
ફિલ્મ જુએ છે ત્યારે મુસ્લિમ નરસંહાર માટે ખુલ્લેઆમ કોલ્સ કરે છે. ભારતીય દર્શકોને થાળીમાં અર્ધસત્ય
પીરસવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૩૨ વર્ષના આતંકવાદમાં માત્ર કાશ્મીરી પંડિતોને જ ભોગવવું
પડ્યું છે. ગૃહ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે, ૧૯૯૦થી માર્ચ ૩૧, ૨૦૧૭ સુધીમાં ૨૨,૦૦૦ આતંકવાદીઓ અને
૫૦૫૫ સુરક્ષા કર્મચારીઓ સહિત ૪૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ૨૦૧૭ના આરટીઆઈના જવાબમાં
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના મુખ્ય જાહેર માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે, ૧૩,૪૯૧ નાગરિકો અને ૫૦૫૫ સુરક્ષા
દળના જવાનો વિવિધ આતંકવાદી હુમલાઓમાં માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ છેલ્લા ૨૭ વર્ષમાં લગભગ
૨૧,૯૬૫ આતંકવાદીઓને પણ ઠાર માર્યા છે. આતંકવાદીઓ સાથેની લડાઈમાં લગભગ ૧૩,૫૦૨ જવાનો
ઘાયલ થયા છે.

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરે છે કે, કાશ્મીરી પંડિતો સામે ક્રૂર નરસંહાર કરવામાં આવ્યો
હતો. પરંતુ, જો ગૃહ મંત્રાલયના આંકડાઓને જોવામાં આવે તો તે એકદમ અલ્પોક્તિ છે, તો મોટાભાગના પીડિતો
કાશ્મીરી મુસ્લિમો જ છે. ૨૦૧૧માં બિન-સ્થાયી પંડિતોની સર્વોચ્ચ સંસ્થા કાશ્મીર પંડિત સંઘર્ષ સમિતિ (દ્ભઁજીજી)
દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કાશ્મીરમાં ૧૯૯૦થી ૨૦૧૦ સુધીમાં ૩૯૯ પંડિતોની
હત્યા કરવામાં આવી હતી. આ સંખ્યા ૨૧૯ પંડિતોના માર્યા ગયેલા સરકારના આંકડા કરતા ઘણી વધારે છે. અન્ય
પંડિત જૂથોએ દાવો કર્યો છે કે, કાશ્મીરમાં ૧૯૮૯થી ૧૯૯૧ દરમિયાન ૧૫૦૦થી વધુ હિંદુઓની હત્યા કરવામાં
આવી હતી, જેના કારણે સ્થળાંતર થયું હતું.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ કાશ્મીરી મુસ્લિમોને રાક્ષસ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જેએનયુને રાષ્ટ્રવિરોધીઓના હબ
તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણ (દર્શનકુમાર), એક કાશ્મીરી પંડિત અને વિદ્યાર્થી, યુનિવર્સિટીની શિક્ષિકા રાધિકા
મેનન (પલ્લવી જોશી) દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યો છે, એવું માનીને કે કાશ્મીરમાં અલગતાવાદી ચળવળ
ભારતની સ્વતંત્રતા ચળવળ સમાન છે. રાધિકાનું પાત્ર એક પ્રખ્યાત લેખક પર રચાયેલ છે જે કાશ્મીરના સંઘર્ષને
સમર્થન આપે છે. ફિલ્મની શરૂઆત કાશ્મીરીઓમાં નફરત અને અપમાનથી થાય છે. સચિન તેંડુલકરનો જયઘોષ
કરતા કાશ્મીરી પંડિત છોકરાને મુસ્લિમો માર મારી રહ્યા છે. મુસલમાનોને રાક્ષસો તરીકે રજૂ કરવામાં આવ્યા છે
અને જ્યારે કૃષ્ણના દાદા પુષ્કરનાથ (અનુપમ ખેર)નું અવસાન થાય છે, ત્યારે તે રાખ વિસર્જન કરવા કાશ્મીરની
મુલાકાત લે છે, તે તેના દાદાના ચાર મિત્રોને મળે છે જેઓ કૃષ્ણને કાશ્મીરની ‘વાસ્તવિક’ વાર્તા જણાવે છે.
આ ફિલ્મે એક એવી કથા રજૂ કરી છે જે અર્ધસત્ય છે. વી.પી. સિંહ વડાપ્રધાન હતા અને મુફ્તી મોહમ્મદ સઈદ
૧૯૯૦માં ગૃહપ્રધાન હતા. સિંહની આગેવાની હેઠળના રાષ્ટ્રીય મોરચાને ભાજપ દ્વારા ટેકો મળ્યો હતો, ગૃહમાં તેના
૮૦ સાંસદો હતા. ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું હતું અને કેન્દ્રએ આતંકવાદને કચડી નાખવા માટે
જગમોહનને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જે ભાજપ નેશનલ કોન્ફરન્સને ધિક્કારે છે તે જ ભાજપે એક
સમયે તેની સરકારને ટેકો આપ્યો હતો અને ઓમર અબ્દુલ્લા પણ વાજપેયી સરકારમાં જુનિયર વિદેશમંત્રી હતા.
૨૦૦૨ના ગુજરાત રમખાણો દરમિયાન, ઓમર વાજપેયીની કેબિનેટમાં રહ્યા હતા જ્યારે રામવિલાસ પાસવાને
વિરોધમાં રાજીનામું આપ્યું હતું પણ હવે એ જ નેશનલ કોન્ફરન્સ રાષ્ટ્રવિરોધી છે. ૧૯૯૦માં કોંગ્રેસ ક્યાંય ન હતી
અને ત્યારે તેના નેતા રાજીવ ગાંધી બોફોર્સ તપાસનો સામનો કરી રહ્યા હતા. તેમ છતાં અગ્નિહોત્રી લોકોને એવું
દર્શાવે છે કે, સત્તામાં કોંગ્રેસ હતી.
માત્ર કાશ્મીરી પંડિતો જ ખીણમાંથી ભાગી ગયા ન હતા. મુસ્લિમો અને શીખોએ પણ સ્થળાંતર કર્યું છે. નેશનલ
કોન્ફરન્સનું સમગ્ર નેતૃત્વ જમ્મુમાં શરણાર્થીઓની જેમ જીવી રહ્યું હતું. પૂર્વમંત્રી વલી મોહમ્મદ ઇટ્ટોની પણ

ખીણમાંથી સ્થળાંતર કર્યા બાદ તેમની જમ્મુની એક મસ્જિદની બહાર હત્યા કરવામાં આવી હતી. સત્તાવાર આંકડા
દર્શાવે છે કે, કાશ્મીરમાંથી લગભગ ૪૧,૧૧૭ સ્થળાંતરિત પરિવારો જમ્મુમાં નોંધાયેલા છે અને ૨૧,૦૦૦ અન્ય
દિલ્હી અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા છે. જમ્મુમાં રહેતા કુલ સ્થળાંતરિત પરિવારોમાંથી ૩૭,૧૨૮ હિંદુ, ૨૨૪૬
મુસ્લિમ અને ૧૭૫૮ શીખ છે. પીડાનો કોઈ ધર્મ હોતો નથી. કાશ્મીરી મુસ્લિમો અને પંડિતો બંનેએ સહન કર્યું છે.
થોડા ઉદાહરણોમાં ગૌ કદલ હત્યાકાંડ, કનુન પોશપોરા સામૂહિક બળાત્કાર અને સોપોર હજુ પણ તાજા ઉદાહરણો
છે અને પીડિતો કાશ્મીરના મુસ્લિમો પણ હતા. તેમ છતાં બોલિવૂડમાં માનવાધિકારના ઉલ્લંઘનને બતાવવાની
કોઈની હિંમત નહીં હોય. કસ્ટડીમાંથી લગભગ ૮૦૦૦ કાશ્મીરીઓ ગુમ થયા છે. કોઈ એવો વ્યક્તિ છે જે તેના પર
ફિલ્મ બનાવશે ? જેલો ભરાઈ ગઈ છે અને યુએપીએનો મુસ્લિમો વિરૂદ્ધ આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકારણીઓના પરિવારો, મૃત્યુ પામેલા લોકોના પરિવારો પણ જેલમાં બંધ છે. લોકશાહીએ કાશ્મીરી મુસ્લિમો
પર તેના દરવાજા બંધ કરી દીધા છે. તેમ છતાં કોઈ તેમની દુર્દશાને પ્રકાશિત કરશે નહીં કારણ કે તેનાથી તેમને
મત મળશે નહીં.
(સૌ.ઃ ઈન્ડિયા ટુમોરો.નેટ