(એજન્સી) તા.ર૪
મુંબઈ પોલીસે કથિત ટીઆરપી કૌભાંડમાં મંગળવારે અહીંની એક અદાલતમાં આરોપપત્ર દાખલ કર્યું. સમાચાર મુજબ પોલીસની અપરાધ આ સૂચના એકમ કથિત ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ (ટીઆરપી) કૌભાંડની તપાસ કરી રહી છે અને આ ક્રમમાં તેણે મેજિસ્ટ્રેટ અદાલતમાં આરોપ પત્ર દાખલ કર્યું છે. અપરાધ શાખા અત્યાર સુધી આ મામલામાં રિપબ્લિક ટીવીના વિતરણ પ્રમુખ સહિત ૧ર લોકોની ધરપકડ કરી ચૂકી છે. નકલી ટીઆરપી કૌભાંડ પાછલા મહિને ત્યારે સામે આવ્યું હતું જ્યારે રેટિંગ એજન્સી બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલે હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા એક ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં આરોપ લાગ્યો હતો કે કેટલીક ચેનલ ટીઆરપીના આંકડામાં હેરફેર કરી રહી છે. વ્યુઅરશીપ ડેટા નોંધવા માટે માપક યંત્ર લગાવવાની જવાબદારી હંસાને આપવામાં આવી હતી.