(સંવાદદાતા દ્વારા) ભરૂચ, તા.૪
ભરૂચ નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કેટલાય લોકો નગરસેવકની ચૂંટણી માટે સજ્જ થઇ રહ્યા છે પરંતુ નગરપાલિકામાં પાંચ વર્ષનો કાર્યકાળ સંભાળનારા ઓએ પોતાના મત વિસ્તારોમાં વિકાસ ન કર્યો હોય તેવા આક્ષેપો થયા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ૨ માં ઘાસમંડાઈ વિસ્તારમાં ગટર લાઈનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્રારા અધૂરી છોડી દેતા છેલ્લા છ મહિનાથી સ્થાનિકો માટે ખુલ્લી કાંસ જીવલેણ સમાન બની ગઈ છે ખુલ્લી કાંસમાં કેટલાય બાળકો ખાબકી રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો એ કર્યા છે છતાં પણ ભરૂચ નગરપાલિકાના વહીવટી તંત્રના પેટનું પાણી નથી હાલતું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે
ખુલ્લી કાંસોની અધૂરી કામગીરીના કારણે કાંસમાં કચરાઓના ખડકલાના કારણે સમગ્ર અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન પણ ચોક-અપ થઇ જવાના કારણે જાહેર માર્ગો ઉપર જ કુંડીઓ ઉભરાઈ રહી છે જેના કારણે વોર્ડ નંબર ૨માં અધુરી કામગીરીના કારણે વોર્ડ નંબર ૧૦માં જાહેર માર્ગો ઉપર પણ અત્યારે ચોમાસાની ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે ગટરનું અત્યંત પ્રદૂષિત પાણી જાહેર માર્ગો ઉપરથી પસાર થતા દુકાનદારો રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી સાથે કોરોના સહિત બિમારી ઓનો ભય સતાવી રહ્યો છે જોકે ઘાસમંડાઈ વિસ્તારના લોકોએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી સાથે સમગ્ર ગંદકીનું સામ્રાજ્ય ભરૂચ નગરપાલિકામાં ઠાલવવાની ચીમકી સ્થાનિકો ઉચચારી રહ્યા છે.
ખુલ્લી ગટરોના કારણે જાહેર માર્ગોપર પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો ના ધંધા રોજગાર ઉપર તેની વિપરીત અસર જોવા મળી હતી.નગરપાલીકા તંત્ર આ અંગે ત્વરિત પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Recent Comments