(એજન્સી) તા.૧૫
ઈરાકના સ્વયં સેવી દળ અલ-હશ્દુશ્શાબીએ જણાવ્યું કે અજાણ્યા લોકોએ નજફમાં તેના બે મોબાઈલ ક્લિનિકને આગ ચાંપી દીધી હતી. સ્વયં સેવીએ જણાવ્યું કે આ બંને ક્લિનિકસને ઈમામ હુસેનના ચેહલુમના ઝાયરિનો માટે બનાવવામાં આવી હતી જેને સળગાવી દેવામાં આવી અને ક્લિનિકસ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ. સ્વયં સેવી દળ અલ-હશ્દુશ્શાબીએ નિવેદનમાં જણાવ્યું છે કે ક્લિનિકમાં આગ લગાવનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે. શહીદ અબુ મહેદી અલમુહન્દિસની કબર પાસે પણ વિસ્ફોટક પદાર્થ મળ્યા છે. સ્વયં સેવી દળે ઈરાકમાં દાઈશને હરાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ સમયે પણ ઈરાકી સેનાની સાથે મળીને દાઈશની વિરૂદ્ધ સંઘર્ષ કરી રહ્યું છે.