નડિયાદ, તા.૨૦
કોરોનાની મહામારીના કારણે દેશભરની શાળા કોલેજો હાલમાં બંધ છે છતાં નડિયાદ રેલવે સ્ટેશન પાછળ આવેલ ઇગ્લીંશ ટીચિંગ સ્કૂલના સંચાલકોએ ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ તેમજ અન્ય ફીની માંગણી કરતા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને આજે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી જી.ડી.પટેલને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. નડિયાદ રેલવે સ્ટેશન પાછળ ઇગ્લીંશ ટીચિંગ સ્કૂલ આવેલી છે. એક બાજુ દેશભરમાં કોરોનાની મહામારી જોવા મળે છે. વિદ્યાર્થીઓને આ રોગનો ચેપ ના લાગે તેવા હેતુસર સરકાર દ્વારા હાલમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે એક બાજુ શાળાઓ બંધ છે બીજી બાજુ શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપે છે. શિક્ષણ આપતી આ શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી ટ્યુશન ફી વસુલ કરી શકે એવો સરકારે નિયમ બનાવ્યો છે. માત્ર ટ્યુશન ફી હાલમાં વસૂલ કરી શકે તે પણ સરકારને નક્કી કરેલા ધારા ધોરણ મુજબ પરંતુ ગણી શાળાઓ ટ્યુશન ઉપરાંત કોમ્પ્યુટર સ્માર્ટી તેમજ ટર્મ ફી ઉઘરાવી રહ્યા છે. આ મુદ્દે આજે વિદ્યાર્થીઓના વાલીઓએ સ્કૂલમાં આવી ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જઇ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
નડિયાદની ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલના સંચાલકોએ ફીની માગણી કરતા વાલીઓનો હોબાળા

Recent Comments