(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા.૨૧
ખેડા જિલ્લામાં કોરોનામાં વધુ બેના મોત થતા મૃત્યુઆંક ૪ થયો છે અને વધુ બે કોરોનામાં સંક્રમિત છે જેમાં એક ડૉક્ટરનો સમાવેશ થાય છે. નડિયાદમાં રહેતા બે ભાઈઓ કે જેઓ કેડિલામાં નોકરી કરતાં હતા તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો જેથી તેમને નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમના પગલે તેમના ૬૮ વર્ષીય પિતા રસિકભાઈ એમ.પ્રજાપતિને પણ ચેપ લાગ્યો હતો. તેમને તા.૧૯-૫-૨૦ના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં અને સવારે તેમનો પોઝિટિવ રિપોર્ટ આવે તે પહેલા જ તેમનું રાત્રે મોત નિપજ્યું હતું. જ્યારે મેમદાવાદના મોહન ભગત હોલ પાસે રહેતા ૭૦ વર્ષીય હનીફાબેન આઈ વ્હોરાને ચેપ લાગતાં તેમનું નડિયાદની હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જ્યારે કણજરીમાં રહેતા ઈલ્યાસભાઈ અબ્બાસભાઈ વ્હોરા કે જેવોને કોરોનાના ચેપ લાગતા નડિયાદની એમ.ડી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને ૧૦ દિવસ થતા તેમને રજા મળી છે. હોસ્પિટલ દ્વારા તેમને ફૂલ આપી સન્માન કરાયું હતું.