(સંવાદદાતા દ્વારા)
નડિયાદ, તા. ૨
નડિયાદમાં ચિંતાજનક રીતે કોરોના ના કેસો વધી રહ્યા છે આજે એક સાથે વધુ દસ કેસ નોંધાયા છે આજે નડિયાદ અને સેવાલિયા મળી વધુ ૨ ના મોત થયા છે જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ ૧૯૧ કેસ નોંધાયા હતા જેમાંથી ૧૧૯ રજા આપી છે જ્યારે ૮ના મોત થયા છે તેમજ સારવાર હેઠળ હજી ૬૪ દર્દીઓ છે. નડિયાદ શહેરમાં કોરોના નો અજગરિ ભરડો દિવસે દિવસે વધુને વધુ ફેલાઈ રહ્યો છે આજે એકસાથે દસ દર્દીઓ નોંધાયા છે જેના પગલે નડિયાદની પ્રજામાં ફફડાટ જોવા મળી રહ્યો છે પ્રથમ વખતે નડિયાદમાં એક સાથે દસ કેસો નોંધાયા છે જ્યારે સારવાર પહેલા ૬૫ વર્ષીય અશોકભાઈ પંજાબી નામના દર્દીનું આજે મોત નીપજ્યું હતું તેમજ સેવાલિયા રહેતા એક દર્દીનું પણ આજે કોરોના મોત નિપજ્યું છે આમ જોઈએ તો આજે કુલ બે દર્દીઓના મોત થયા છે આમ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આઠના મોત નિપજ્યા છે. જિલ્લાના અન્ય ગામ શહેરની વાત કરીએ તો આજે ચકલાસી એક ખેડામાં એક અંગાડી માં એક અને કપડવંજમાં એક મળી કુલ જિલ્લામાં ૧૪ દર્દીઓ નોંધાયા છે.