નડિયાદ,તા.૧
મળતી માહિતી મુજબ નડિયાદ મંજીપુરા રોડ પર નિલેશભાઈનું દેવ પાન અને પ્રોવિઝન સ્ટોર આવેલ છે. આજે સવારે તેમણે આ દુકાન ખોલી હતી. તે વખતે ૫થી ૭ યુવકો ત્યાં ગયા હતા અને ગુટકા તેમજ તમાકુન પડીકી માંગી હતી. જેથી નિલેશ ભાઈએ જણાવ્યું હતું કે, અમો આ વસ્તુઓ વેચતા નથી તેવું કહેતા યુવકો એ મારઝૂડ કરી હતી. તેમ દુકાનની તોડફોડ કરી હતી તમાકુના વ્યસનનીઓની આ કરતૂત હોવાનું દેખાય છે. લોકડાઉનમાં તસખોરોને પડીકીઓ ન મળતા આ ઘટના બની હતી. પોલીસ તપાસ ચલાવી રહી છે.