(એજન્સી) તા.૧૯
તાજેતરના ટીઆરપી કૌભાંડમાં અર્નબ ગૌસ્વામી, રાહુલ શિવશંકર અને નાવિકાકુમાર જેવા લોકો ફેક ન્યૂઝની વર્તમાન ટીવી ઇકો સિસ્ટમના એક માત્ર વિલન નથી, પરંતુ આજે ભારતમાં કોમવાદ અને કટ્ટરવાદ પણ સમાચારના સ્વરુપમાં વિલનરૂપ છે જે ટીઆરપી સિસ્ટમને પ્રોત્સાહિત કરે છે. તેઓ મગજ વગરના અનૈતિક વાયરસ જેવા છે જે માત્ર એક જ વાત જાણે છે કે તેમની નફરતને અનુસરીને તેને કેમ વધુ ભડકાવવી. ખરા વિલન એવા હોસ્ટ છે કે જેઓ આ વાયરસને આશ્રય આપીને તેને ઉછેરે છે અને તેમ છતાં તેના અંગે કોઇ વાત કરતું નથી. હું અલબત અહીં કોર્પોરેટ સ્પોન્સરરની વાત કરવા માગુ છું. આ એવી કંપનીઓ છે જેઓ લાખો રૂપિયાની જાહેરખબરોની આવક આપે છે અને એ દ્વારા તેમને રાષ્ટ્રના સામાજિક માળખામાં ઘાતક ઝેર ભરવાનું ચાલુ રાખવા માટે તેમને સક્ષમ બનાવે છે. નફરત અને કટ્ટરવાદને ટીઆરપી મળે છે જે તેમને લાખો રૂપિયાની જાહેરખબરની આવક કરાવે છે અને જે આ વિષચક્રને ચાલુ રાખે છે. આ નાણા વગર આ વિષચક્ર પોતાની મેળે સ્વયં ચાલુ રહી શકે નહીં. છેલ્લા કેટલાક સપ્તાહથી હું રીપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉ ચેનલો જોઉં છું. જો કે હું તેમના પ્રોગ્રામ નહીં પરંતુ તેમના એડ બ્રેક જોઉં છું. તેની પાછળનો હેતુ આ વિજ્ઞાપનકારો અને સ્પોન્સરરો કોણ છે તે જાણવાનો છે. અપેક્ષા મુજબ તેઓ ભારતીય ઉદ્યોગના માંધાતાઓ છે. જેમ કે રીપબ્લિક ટીવી અને રીપબ્લિક ભારત પર રેમન્ડ, મુથુટ ગ્રુપ, જીઓ મેક્સબુપા કેન્ટ, એર ઇન્ડિયા, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, નિશાન, ડાબર, મહિન્દ્રા, એમેઝોન, સેમસંગ, સોની, મારુતી, નેરોલેક અને ટોયોટા કંપનીઓની એડ આવે છે અને તેમના તરફથી લાખો રૂપિયાની કમાણી થાય છે જ્યારે ટાઇમ્સ નાઉ ચેનલ પર કેડબરી, ટોયોટા, હ્યુન્ડાઇ, નેરોલેક, બિરલા ગ્રુપ, અમૂલ, સ્કોડા, મર્સિડીસ, સીએટ, સેમસંગ, બ્લુ સ્ટાર, એચડીએફસી, સોની અને ટીસીએસનો સમાવેશ થાય છે. આ કોર્પોરેટ અને તેમના જેવા અન્ય ઝેર, નફરત અને કટ્ટરવાદને નાણા ભંડોળ આપે છે જે આપણી સમાચાર ચેનલો ૨૪૭ ઓકે છે અને જેના કારણે ટીઆરપીની રેસ ભડકે છે. ટીવી એડ પાછળ દર વર્ષે રૂા.૭૦૦૦૦ કરોડ ખર્ચવામાં આવે છે જેમાંના ૨ ટકા સમાચાર ચેનલોને જાય છે.