સાહસિક આર્થિક સુધારા કરવાના બદલે વડાપ્રધાને કેશ હેન્ડ આઉટ્સ અને ભાગલાવાદી સાંસ્કૃતિક લડત પર આધાર રાખ્યો છે
(એજન્સી) તા.૧૩
બિઝનેસ તરફી છબી ધરાવતાં હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના અર્થતંત્ર સામે કામ લેવાની બાબતમાં વધુને વધુ અયોગ્ય પુરવાર થઇ રહ્યાં છે. ૨૦૨૫ સુધીમાં ભારતને પાંચ ટ્રિલીયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું તેમનું સ્વપ્ન હવે સાકાર થાય તેમ લાગતું નથી. ભારતના સૌથી અગ્રેસર ઔદ્યોગિક રાજ્ય ગુજરાતના વતની મોદીએ સતત એવી આશા જગાવી હતી કે તેઓ અર્થતંત્રને નવી ઊંચાઇએ લઇ જશે અને ૧.૨૦ કરોડ યુવાનો માટે પૂરતા પ્રમાણમાં રોજગાર ઊભા કરશે. આજે સત્તા પર આશાવાદની લહેર પર છ વર્ષથી સવાર કરનાર મોદીએ ભારતના અર્થતંત્રને છિન્નભિન્ન કરીને અરાજકતામાં ધકેલી દીધું છે. ચાર દાયકામાં પ્રથમ વખત આ વર્ષે એપ્રીલ-જૂન ક્વાર્ટરમાં જીડીપીમાં ૨૩.૯ ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે અને બેરોજગારી સર્વાધિક સ્તરે છે. વપરાશ, ખાનગી રોકાણ કે નિકાસ જેવા મુખ્ય વિકાસ એન્જિનમાંથી એક પણ એન્જિન કામ કરી રહ્યું નથી.અર્થતંત્ર સામે કામ લેવામાં મોદી હવામાં ફાંફાં મારી રહ્યાં છે. ભ્રષ્ટાચારને લગામ કરવાની વચન આપ્યાં બાદ મોદીએ વિનાશકારી નોટબંધી લાવ્યાં હતાં કે જેનો હેતુ કાળા નાણાના અર્થતંત્રને ડામવાનો અને કરચોરીને રોકવાનો હતો. નોટબંધીએ અરાજકતા ઊભી કરવા ઉપરાંત આ યોજનાથી હજારો ખેડૂતો અને લઘુથી મધ્યમ ઉદ્યોગ સાહસિકોનું ભાવિ રગદોળ્યું છે કારણ કે આ બે એવા ક્ષેત્રો છે કે જે મુખ્યત્વે રોકડ વ્યવહારો પર નિર્ભર છે. ત્યારબાદ ઉતાવળે દાખલ કરવામાં આવેલ રાષ્ટ્રવ્યાપી જીએસટી વચન આપ્યાં મુજબ ગેમ ચેન્જર પુરવાર થયું નથી. આમ નોટબંધી અને જીએસટીનો ઉપયોગ કરીને ભારતીય અર્થતંત્રમાં આમૂલ પરીવર્તન લાવવાના મોદીના પ્રયાસોને કારણે ભારતની વિકાસની તકો ઓસરી ગઇ છે.આર્થિક ક્ષેત્રે સાહસિક સુધારાને બદલે મોદીએ કેશ હેન્ડ આઉટ પર અને ભાગલાવાદી સાસ્કૃતિક લડત પર આધાર રાખ્યો છે.
– રિતેશકુમારસિંહ
(રિતેશકુમાર સિંહ ઇન્ડોમિક્સ ક્ન્સલ્ટીંગના મુખ્ય અર્થશાસ્ત્રી અને ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયાના પૂર્વ આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે)
(સૌ.એશિયા.નિકૈઈ.કોમ)
Recent Comments