(એજન્સી)                           તા.૧૯
રવિવારે ગુજરાતમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેલોની સ્થિતિમાં સુધારા માટે મનોવૈજ્ઞાનિક અભિગમ માટેની આવશ્યકતા, ટોળા માનસિકતાનો પોલીસકર્મીઓ દ્વારા અભ્યાસ અને ક્રિમિનલ માઇન્ડના પ્રોફાઇલીંગ સહિત પોલીસતંત્રમાં સુધારા માટે કેટલાય પ્રગતિશીલ પગલાઓની ભલામણ કરી હતી કે જેથી ક્રિમિનલ વર્લ્ડ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ સામે પોલીસ કાર્યવાહી કરી શકે અને સુરક્ષા દળોને તણાવમુક્ત કરી શકાય. વડાપ્રધાન વધું પડતાં પોતાની પ્રતિભા સભાન હોવાથી તેમણે લોકપ્રિય સિનેમા અને લોકપ્રિય કલ્પનામાં કાર્ટૂનિસ્ટ દ્વારા પોલીસનું જે વ્યાપક ચિત્રણ કરવામાં આવે છે તેની વાતો કરી હતી. પોલીસ સુધારા અંગે દાયકા જૂની ચિંતા છતાં તેમના અસલી સ્વામીઓ રાજકારણીઓ છે જેના પરિણામ સ્વરુપે પ્રથમ રાષ્ટ્રીય આયોગ એવા નેશનલ પોલીસ કમિશનની ૧૯૭૭માં રચના થઇ હતી. તે ઇતિહાસને સ્વીકાર્યા વગર મોદીએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદ સુધારા કરવા જોઇતાં હતાં પરંતુ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ સુધી કઇ કરવામાં આવ્યું નથી. તેમણે પ્રકાશસિંહ વિરુદ્ધ ભારતીય કેસના સંદર્ભમાં સુપ્રીમકોર્ટની ભલામણોનો પણ ઉલ્લેખ કર્યો ન હતો. પોતાના બીજા રિપોર્ટમાં સુપ્રીમકોર્ટે નોંધ્યું હતું કે નેશનલ પોલીસ કમિશને નોંધ લીધી છે કે પોલીસ સુધારાનું હાર્દ એ પોલીસ માટે સારી રીતે કર્તવ્ય બજાવી શકે તે માટે વ્યાવસાયિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઇએ. સુધારાની ભાવનાની વિરુદ્ધ મોદી સરકારે રાજ્ય સરકારોની મંજૂરી વગર આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની સત્તાઓ મરજી મુજબ હડપ કરી છે. ગયા મહિને આઇએએસ (કેડર) રુલ્સ ૧૯૫૪માં સુધારો કરવાની તેની દરખાસ્તે કેન્દ્ર અને રાજ્ય સંબંધોને સાવ નીચા લાવી દીધાં છે. વિપક્ષો શાસિત રાજ્યોએ તેનો વિરોધ કર્યો છે અને નિવૃત્ત સનદી સેવકો અને પોલીસ અધિકારીઓએ વડાપ્રધાનને આ પ્રસ્તાવ વિરુદ્ધ લખ્યું પણ છે. પોલીસ સુધારાની વાતો ભ્રામક જણાય છે કારણ કે સરકારો પોલીસનો પ્રાઇવેટ આર્મી તરીકે ઉપયોગ કરે છે. કમિશનની સ્થાપનાના ૪૫ વર્ષ બાદ પણ યુપીમાં એન્કાઉન્ટર રાજ ચાલે છે. આમ નરેન્દ્ર મોદી ભ્રામક પોલીસ સુધારાઓની વાત કરે છે પરંતુ તેના હાર્દમાં રહેલા મુદ્દાઓની ઉપેક્ષા કરે છે.
(સૌ. : ધ વાયર.ઈન)