નર્મદા,તા.૯
ગુજરાત રાજ્યનાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. છેલ્લા બે દિવસમાં ઉપરવાસમાંથી પાણીની આવકથી ડેમની સપાટીમાં ૦.૮૭ સેમીનો વધારો થયો છે. ડેમની સપાટી ૧૨૫.૮૦ મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ૪૧.૨૧૯ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે ૨૨૬૮.૭૭ દ્બષ્ઠદ્બ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ડેમમાં છે. જેને પગલે ગુજરાત માટે મેઈન કેનાલમાં ૭,૧૭૮ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.