રાજપીપળા, તા. ૧૦
નર્મદા ડેમને પોલીસ,એસ.આર.પી.બાદ હવે ત્રીજી આંખ સ્વરૂપે સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ કરવામાં આવશે.નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ નર્મદા ડેમની સુરક્ષાને ધ્યાને લઈ અંગત રસ લીધો હતો. એક સર્વે કરી નર્મદા ડેમ વિસ્તારમાં કુલ ૪૪ જગ્યાઓ નક્કી કરી ત્યાં ૯૭ સી.સી.ટી.વી.કેમેરા લગાવવા બાબતે સરદાર સરોવર નર્મદા નિગમને એક દરખાસ્ત કરી નર્મદા ડેમની સુરક્ષા વધારવા ૨૦ કરોડ ફાળવવા જાણ કરતા નિગમ દ્વારા આ માટે ૨૦ કરોડ ફાળવવા દરખાસ્ત કરી હતી.જેથી હવે નર્મદા ડેમ વિસ્તારમાં પોલીસ,એસ.આર.પી.સાથે ત્રીજી આંખ રૂપે ઝ્રઝ્ર્‌ફ કેમેરા પણ લાગશે.જેથી નર્મદા ડેમની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે.
આ બાબતે વધુ માહિતી આપતા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ જણાવ્યું હતું કે ૨૦ કરોડના ખર્ચે લાગનારા આ ઝ્રઝ્ર્‌ફ કેમેરા વાઈફાઈ,કેબલ અને ફાયબરનો ઉપયોગ થશે તથા ગમે તેવા ખરાબ વાતાવરણમાં પણ કનેક્ટિવિટી નહિ ગુમાવે એવા હશે.નર્મદા ડેમ વિસ્તારમાં લાગનારા કુલ ૯૭ ઝ્રઝ્ર્‌ફ કેમેરાઓમાં ૩૬૦ ડીગ્રી મુવ કરી શકે એવા ૩૨,ફિક્સ ૪૭ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગનાઇઝેશન વાળા ૧૮ કેમેરાઓ લગાવાશે.આ કેમેરા ડેમ વિસ્તારની આસપાસના પહાડી વિસ્તારોને પણ કવર કરશે જેથી કેટલા અને ક્યાં પ્રકારના જંગલી જાનવરો આ વિસ્તારમાં છે એ પણ જાણી શકાશે.
ત્યારે બીજી બાજુ સંપૂર્ણ તિલકવાડા ગામને પણ સી.સી.ટી.વી.નું સુરક્ષા કવચ અપાશે.જેમાં સાંસદ રામસિંહ રાઠવાની ગ્રાન્ટમાંથી સાત લાખના ખર્ચે સી.સી.ટી.વી.કેમેરા સિસ્ટમ ફિટ કરાશે.ત્યારે આગામી સમયમાં બોર્ડર વિસ્તારને સિક્યોર કરવા સાગબારા પોલીસ સ્ટેશનની ધનસેરા ચેક પોસ્ટ ઉપર પણ સી.સી.ટી.વી.કેમેરા મુકવામાં આવશે તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે