અંકલેશ્વર,તા.૨૯
ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા નવી તરસાલી ગામના ૨ યુવાન મિત્રો નર્મદા નદીમાં સ્નાન કરવા જતાં પાણીના પ્રવાહમાં તણાય જતા ૧ યુવાનને સ્થાનિક નાવડીવારાએ બચાવી લીધો હતો જ્યારે બીજો ૧ યુવાન નર્મદા નદીના પાણીના પ્રવાહમાં ડુબવાથી અથવા તણાય જવાથી લાપત્તા બન્યો હતો. રાજપારડી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગુલામ હુશૈન ઇસ્માઇ મલેક (રહે.નવી તરસાલી) નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનો નાનો ભાઇ મખદુમભાઇ અને તેનો મિત્ર મોસીન એહમદ મલેક (રહે.નવી તરસાલી) બન્ને મિત્રો બાઇક લઇને સોમવારના રોજ બપોરેના ૩ વાગ્યે જુની તરસાલી ગામે તિત્લી ઓવારે નર્મદા નદીમાં સ્નાન કરવા ગયેલ સ્નાન કરતી વેળાએ આકસ્મિક બન્ને મિત્રો નર્મદાના પાણીમાં ડુબવા લાગતા બુમાબુમ થતા સ્થાનિક ગુલામભાઇ નાવડીવારાએ ભારે ઝહેમત ઉઠાવીને બે મિત્રો પૈકીના ૧ મોસીનભાઇને પાણીના પ્રવાહમાં ડુબવાથી બચાવ્યો હતો જ્યારે મખદુમભાઇનો કોઇજ પત્તો નહિ લાગયો હતો. આ દરમિયાન બુધવારની વહેલી સવારે લાપત્તા યુવાન મખદુમભાઇની લાશ જુની તરસાલી ગામે આવેલી મસ્જિદના પાછળના ભાગેથી પાણીમાં તરતી હાલતમાં મળી આવીછે લાપત્તા બનેલો યુવાન પાણીમાં ડુબવાથી અથવા તણાય જવાથી મોત થયાનુ જાણવા મળ્યું છે. રાજપારડી પોલીસે મોટાભાઇની ફરિયાદના આધારે મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.