ભરૂચ, તા.પ
વેલ્ફેર નર્સિંગ કોલેજના સ્ટાફ સાથે આજરોજ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટના ડૉ.ખાલિદ ફાંસીવાલા, ટ્રસ્ટી તથા વ્યવસ્થાપક મંડળની અગત્યની મીટિંગ યોજવામાં આવી હતી. વેલ્ફર હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં આયોજિત મીટિંગમાં નર્સિંગ કોલેજમાં સ્ટાફને ડૉ.ખાલિદ દ્વારા વૈશ્વિક સ્તરની હોસ્પિટલમાં અપાતી સેવા અને ટ્રેનિંગની વિસ્તૃત માહિતી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વેલ્ફેર નર્સિંગ કોલેજના ટ્યૂટર દ્વારા રિસર્ચ કર્યું તે રિસર્ચ જનરલમાં પ્રકાશિત થયું તે બાબતે અભિનંદન આપવામાં આવ્યા હતા અને જે ટ્યૂટર કે વિદ્યાર્થી રિસર્ચમાં જોડાવવા માંગતા હોય તેમની કમિટી બનાવી રિસર્ચની કામગીરીની આગળ ધપાવવાનું આયોજન હાથ ધરાવવા પ્લાનિંગ કરાયું હતું. કોવિડની મહામારીમાં કોવિડ પ્રસરતું કઈ રીતે અટકાવી શકાય અને જનતામાં તે બાબતે અવેરનેસ પ્રોગ્રામ કરવા માટે નર્સિંગ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને ગામેગામ આ પ્રોગ્રામમાં જઈ ગામમાં તે બાબતે પ્લેકાર્ડ સાથે જાગૃત કરવા આહ્‌વાન કર્યું હતું. વેલ્ફેર હોસ્પિટલ દ્વારા આ જાગૃતિ કાર્યક્રમ ૬/૧૦/૨૦૨૦ના રોજ દહેગામ ગામ ખાતે નક્કી કર્યો હોય તેમાં સહભાગી થવા તૈયારી દર્શાવી છે.