ગુજરાતમાં ગત ચોમાસામાં ભારે વરસાદ પડતા અનેક ડેમ, ચેકડેમ, તળાવો, સરોવરો છલકાઈ ગયા હતા. એ જ રીતે ગુજરાતનું સુપ્રસિદ્ધ નળસરોવર પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. પરિણામે દર વર્ષે શિયાળાની શરૂઆતમાં સાત સમંદર પારથી આવતા યાયાવર પક્ષીઓ માટે ખોરાકની મુશ્કેલી ઉભી થઈ છે. કારણ કે આ પક્ષીઓ છીછરાપાણીમાં જ સહેલાઈથી ખોરાક મેળવી શકે છે. ઉંડા પાણીમાં મળતો નથી આથી ખોરાકની શોધમાં આ પક્ષીઓ અન્ય તળાવો અને ખેતરોમાં ધામા નાખી રહ્યા છે કે જયાં તેમને સરળતાથી ખોરાક મળી રહે.