રાજ્યમાં ઉનાળાની ધમાકેદાર  શરૂઆત થઈ ચૂકી છે. રાજ્ય સરકારના અણઘડ વહીવટ અને યોગ્ય આયોજનના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પાણીનો પોકાર શરૂ થઈ ચૂક્યો છે. તળાવો ધીમે-ધીમે સુકાઈ રહ્યા છે ત્યારે યાયાવર પક્ષીઓ માટે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર નળ સરોવર પણ હાલ ધીમે-ધીમે સુકાઈ રહ્યું છે. પરિણામે જેમની આજીવિકા હોડી પર જ ટકેલી છે. તેવા હોડી માલિકોએ પાણી અને પ્રવાસીઓના અભાવે તેમની હોડીઓ ઊંધી કરી મૂકી દીધી છે. તેવા હોડી માલિકોએ પાણી અને પ્રવાસીઓના અભાવે તેમની હોડીઓ ઊંધી કરી મૂકી દીધી છે. પરિણામે શિયાળામાં ધમધમતું નળ સરોવર હાલ ભેંકાર ભાસી રહ્યું છે.