(એજન્સી) નવી દિલ્હી,તા.ર૭
પંજાબ કોંગ્રેસના નેતા અને પૂર્વમંત્રી નવજોત સિધ્ધુ ગુરૂવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા હતા અને પંજાબની રાજકીય સ્થિતિની ચર્ચા કરી હતી. બેઠક બાદ નવજોત સિધ્ધુએ કહ્યું કે સોનિયા ગાંધીએ તેમને શાંતિપૂર્વક સાંભળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહ અને નવજોત સિધ્ધુ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. નવજોત સિધ્ધુનું ખાતું બદલતા તેમણે અમરિન્દરસિંહ મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ઘણા લાંબા સમય પછી તેઓ કોંગ્રેસ પ્રમુખને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે ૪૦ મિનિટ ચર્ચા ચાલી હતી.