અમદાવાદ,તા.૩
શહેરની પોલીસ એક તરફ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત દબાણો દુર કરી ગેરકાયદે પાર્ક કરેલા વાહનોને દંડ ફટકારવામાં લાગી છે ત્યારે શહેરમાં નકલી પોલીસ સક્રિય થઇ છે.ચેંકિગના બહાને નકલી પોલીસ રૂ.૬ લાખના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગઇ છે.આ મામલે પોલિસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથધરી છે. શહેરમાં જવેલર્સની દુકાનમાં ડિલીવરીમેન તરીકે કામ કરતા કનુસિંહ ચાવડા ગુરૂવારે બપોરના સુમારે જવેલર્સની ડિલીવરી કરવા જતા હતા.તેઓ નવરંગપુરા બોડીલાઇન ચાર રસ્તાથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક શખ્સ પોલીસની ઓળખ આપીને ચેંકિગ ચાલે છે કહી તારા થેલામાં ડ્રગ્સ જેવું કંઇક છે. તેવી શંકા કરી થેલાનું ચેકિંગ સાહેબ પાસે કરાવવા જણાવીને ધમકી આપી હતી.ત્યારબાદ તે શખ્સ કનુસિંહને નજીકમાં આવેલા જવેલર્સના શો રૂમ પાસે ઉભેલા બીજા શખ્સ પાસે લઇ ગયો હતો.ત્યાં બંન્ને શખ્સોએ મળીને થેલો ચેક કરવાના બહાને સિફતપુર્વક એક દાગીનાનું બોક્ષ કાઢી લઇ રફુચકકર થઇ ગયા હતા.આ બોક્ષની અંદર રૂા.૬ લાખના દાગીના હતા એટલે મહેન્દ્ર પટેલે નવરંગપુરા પોલીસ સ્ટેશને ચોરીની ફરિયાદ નાેંધાવી છે.હાલ તો પોલીસને સમગ્ર બનાવના સીસીટીવી ફુટેજ હાથ લાગ્યા છે.તેના આધારે નકલી પોલીસ બનીને ચોરી કરનારા ચોરોને પકડવા પોલીસ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે.આ કેસની તપાસ પી.એસ.આઇ. એ. એચ. કાઝીને સોંપાઇ છે.