(એજન્સી) તા.૨
પંજાબી સોની સતપાલ નિશ્ચલ અને તેનો પરિવાર છેલ્લે કાશ્મીરમાં ૧૯૯૦થી વસવાટ કરે છે. તેઓએ ત્યાંથી જવાને બદલે મુસ્લિમ પાડોશીઓ સાથે દાયકાઓ સુધી રહેવાનું પસંદ કર્યુ. જોકે આતંકીઓે પણ ત્યાંથી ખસી ગયા હતા અને શ્રીનગરમાં રહેવા માટે તેમને પરવાનગી આપી હતી. જોકે નિશ્ચલે ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવી લીધો અને ખીણમાં જમીન પર ખરીદી લીધી. આ બધુ શક્ય થયું કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા નવા જમીન કાયદાને લીધે. જોકે આતંકીઓએ હવે ૭૦ વર્ષીય પંજાબીને સરાઈ બાલમાં આવેલી તેની દુકાન પર જ મોતને ઘાટ ઉતારી દીધા. પ્રતીકાર મોરચા નામના મોટા આતંકી સંગઠને આ હત્યાની જવાબદારી પણ સ્વીકારી છે. તેણે કહ્યું કે નિશ્ચલે ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવી લીધો હતો અને આ કારણે જ અમે તેની હત્યા કરી નાખી. જે બિન કાશ્મીરી નાગરિક તેની જેમ જ ડોમિસાઈલ સર્ટિ મેળવશે અને ખીણમાં જમીન ખરીદશે તેનો પણ આવો જ હશ્ર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સ્થાનિક કાશ્મીરી નાગરિકો જ જમ્મુ-કાશ્મીરમાં જમીનની માલિકી ધરાવે છે. તેમની પાસે ત્યાંનો કાયમી રહેવાશનો અધિકાર પણ છે પરંતુ નવા કાયદા અનુસાર બિન કાશ્મીર લોકો માટે પણ ત્યાં રહેવાનો તથા જમીન ખરીદવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
જોકે મોટાભાગના લોકોનું માનવું છે કે સરકાર આ જમીન કાયદો એટલા માટે લાવી છે કે જેથી કરીને તે મુસ્લિમ બહુમતીવાળી જમ્મુ-કાશ્મીરની ઓળખને બદલી શકે.