(એજન્સી) તા.૧૮
એ નથી સમજાતું કે શરૂઆત ક્યાંથી કરવી. રિપબ્લિક ટીવીના સંસ્થાપક અને વિવાદાસ્પદ એન્કર અર્નબ ગોસ્વામીની જ્યારથી વોટ્‌સએપ ચેટ લીક થઈ છે ત્યારથી ભાજપની પણ મુશ્કેલી વધી ગઈ છે. જેમ કે દરેક જાણે છે કે ટીવી રેટિંગ મામલે કઈ રીતે ગોસ્વામીએ ગરબડ કરી હતી અને ખોટી રીતે ફેક ટીઆરપી કૌભાંડમાં તેના નામની સંડોવણી થઈ. હવે તે મુંબઈ પોલીસની નજરો હેઠળ છે. ડિજિટલ વર્લ્ડમાં પણ પ્રાઈવસીનો અભાવ સ્પષ્ટ રીતે જણાય છે. જોકે બાલાકોટ એરસ્ટ્રાઈકની વિગતો અર્નબ ગોસ્વામી સુધી કેવી રીતે પહોંચી હશે. એ પણ ત્રણ દિવસ પહેલા? ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં જ હુમલો થયો હતો જેમાં આપણા જવાનો શહીદ થયા હતા. તેના બદલા સ્વરૂપ જ બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. કેવી રીતે કેટલાક મીડિયા હાઉસો ભૂગર્ભમાં પણ સંતાઈ જવા તૈયાર હોય છે ફક્ત ડરને કારણે કે ક્યાંક આ કાદવના છાંટા ક્યાંક તેમના પર પણ ના ઉડી જાય? અહીં મીડિયા હાઉસના માલિકો એ કારણે ભયભીત દેખાય છે કેમકે તેના ધંધા પર તેની સીધી અસર થવાની છે. જો તેઓ સત્ય બોલશે તો તો તેમણે તેના પરિણામ ભોગવવા પડી શકે છે. છેલ્લા છ વર્ષોની વાત કરીએ લોકશાહી તો જાણે ભાંગી જ પડી છે. સૌથી પહેલા તો મુખ્યધારાના મીડિયાને જાણે ગળે ટૂંપો જ આપી દેવામાં આવ્યો છે. રિપબ્લિક ટીવી જેવા ઝેરી ચેનલો ફક્ત ભાજપના પ્રોપોગેન્ડાને આગળ ધપાવી રહ્યા છે. તેને ભારતની સૌથી વધુ જોવાતી ચેનલ બનાવી દેવા માટે ફેક ટીઆરપી કૌભાંડ પણ આચરવામાં આવી રહ્યા છે. આ જ સમયે રિપબ્લિક ટીવીના સંસ્થાપક ખુદ આ મામલે સંડોવાઈ ચૂક્યા છે. તાજેતરમાં ગોસ્વામીની વોટ્‌સએપ ચેટ લીધ થઈ. તેમાં તેઓ પાર્થો દાસ ગુપ્તા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેઓ બાર્કના વડા હતા. તેના લીધે આપણે સૌને અનેક માહિતીઓની જાણ થઈ. જોકે આ બધુ થવા છતાં આપણને હવે કોઈ નવાઈ લાગતી નથી કેમ કે આપણે તો જાણે મોદી સરકાર હેઠળ શૉકપ્રૂફ થઇ ચૂક્યા છીએ. એક પછી એક ઝાટકા સહન કરવાની ટેવ પડી ચૂકી છે.