કોરોનાની મહામારી વચ્ચે વર્ષ-૨૦૨૦ ગમગીન યાદો છોડી વિદાય લઈ ચૂક્યું છે અને ૨૦૨૧ના નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ૨૧મી સદીના ૨૧મા વર્ષનો સુરજ સમગ્ર દેશ અને વિશ્વ માટે સારી શરૂઆત લઈને આવે તેવી આશા રાખીએ. ઉપરોક્ત તસવીરમાં અમારા ફોટોગ્રાફરે ઉગતા સુરજના સાનિધ્યમાં બેઠેલા પક્ષીની તસવીર ખેંચી એવો સંદેશો પાઠવવાનો પ્રયાસ કર્યો છે કે, નવા વર્ષમાં આપણે સહુ આ પક્ષીની જેમ મુક્ત મને કોરોનાના ડર વિના હરી-ફરી શકીએ.
Recent Comments