(એજન્સી) તા.૧
હિઝબુલ્લાહના નેતા સૈયદ નસરલ્લાહે રવિવારે કહ્યું હતું કે અમે સીરિયામાં અમારા લડવૈયાની હત્યાનો બદલો લેવા માટે ઈઝરાયેલી સૈનિકની હત્યા કરી હતી. અમારી આ કાર્યવાહી લેબેનોન ઈઝરાયેલ સરહદ પર ચાલતા સંઘર્ષ સાથે કોઈ સંબંધ નથી. નસરલ્લાહે ટેલિવિઝન પર આપેલા એક ભાષણમાં કહ્યું હતું કે ઈઝરાયેલે આ સમજવાની જરૂર છે કે જયારે તે અમારા કોઈ મુજાહિદ્દીનની હત્યા કરશે તો અમે પણ તેના એક સૈનિકની હત્યા કરીશું. આ જ સમીકરણ યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ઈઝરાયેલ ઈચ્છે છે કે અમે સામ-સામા ગોળીબારમાં સામેલ થઈએ, પરંતુ અમે આવું નહીં કરીએ. ઈઝરાયેલ જાણે છે કે અમને કોઈ પ્રસિદ્ધિ જોઈતી નથી પરંતુ અમે તેના સૈનિકોને મારવા માગીએ છીએ અને તેઓ ઉંદરની જેમ સંતાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષે ર૦૦૬માં ઈઝરાયેલ અને ઈરાનનું પીઠબળ ધરાવતા હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ થયું હતું.