(સંવાદદાતા દ્વારા) તા.૧૮
નસવાડી તાલુકાના બરોલી ગામ પાસે નર્મદા મુખ્ય કેનાલ પર છોટાહાથી ટેમ્પો અને બોલેરો વચ્ચે અકસ્માત થતા છોટાહાથી ટેમ્પા સવાર એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૨ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને નસવાડી સરકારી દવાખાને ખસેડાયા હતા.
તિલકવાડા તાલુકાના ઉચાદ ગામેથી છોટાહાથી ટેમ્પોમાં સવાર થઈ માતોરા ગામે પ્રસંગમાં ગયા હતા. ત્યારે બરોલી નર્મદા મુખ્ય કેનાલના ગેટ પાસે સામેથી આવતી બોલેરો ગાડી વચ્ચે ટક્કર થતા છોટાહાથી ટેમ્પોમાં સવાર ૧૨ વ્યક્તિને ઈજા થઈ હતી અને એક વ્યક્તિનું મોત થયું હતું. ઘટનાની જાણ નસવાડી પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. અંત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મુખ્ય શહેર ઉપર સ્પીડ બ્રેકર મૂકેલ નહીં હોવાથી થોડાક દિવસો પૂર્વે જ એક નસવાડીના આશાસ્પદ વહેપારીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો ત્યાં બીજો અકસ્માતનો બનાવ બનતા સ્થાનિકોની નર્મદા મુખ્ય કેનાલ ગેટ પાસે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ છે.