(એજન્સી) ઢાકા, તા.૯
બાંગ્લાદેશી નાગરિકો અને મ્યાનમારમાંથી જુલમનો ભોગ બનેલી દેશમાં આવેલા રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ વચ્ચેના લગ્નોને કાનૂની માન્યતા આપવાની એક અરજી બાંગ્લાદેશ કોર્ટે નકારી કાઢી હતી. માણિકગંજ જિલ્લાના બાંધકામ મજૂર બાબુલ હોસાને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં તેમણે બાંગ્લાદેશી નાગરિકો સાથેના રોહિગ્યાના મુસ્લિમોના લગ્નો પરના સરકારી પ્રતિબંધને પડકાર્યો હતો. ડેપ્યુટી એટર્ની જનરલ મોતાહર હોસાને કહ્યું કે કોર્ટે આ અરજી ફગાવી દઈને અરજદારને ૧૨૦૦ ડોલરનો દંડ કર્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૭માં હોસાનના પુત્રે રોહિંગ્યા મુસ્લિમ છોકરી સાથે લગ્ન કર્યાં હતા. ત્યારથી ધરપકડની બીકે આ યુગલ ફરાર થયું હતું. કોર્ટે કહ્યું કે આ માણસે છોકરીને છાવણીમાંથી બહાર લાવવાનો ગુનો કર્યો છે કારણ કે બાંગ્લાદેશી છોકરી નથી. તેણે છોકરી સાથે લગ્ન કરીને પણ અપરાધ કર્યો છે. બચાવ પક્ષના વકીલે કહ્યું કે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. ઓક્ટોબર ૨૦૧૭માં દેશના કાનૂન અને ન્યાય મંત્રાલયે સિવિલ રજિસ્ટ્રીને લગ્નની નોંધણી કરતાં પહેલા યુગલના દસ્તાવેજોની આકરી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. યુનાઈટેડ નેશન ઈન્ટર સેક્ટર કોર્ડિનેશન ગ્રુપના જણાવ્યાનુસાર, ઓગસ્ટ ૨૦૧૭ પછી બાંગ્લાદેશમાં ૬,૬૫,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમો સ્થાયી થયા છે.