આસિફ સુલતાનને મુકત કરવા માટે વડાપ્રધાન મોદીને લખવામાં આવેલા પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં જાણીતા લેખકો, પત્રકારો, શિક્ષણવિદો, ફિલ્મ નિર્માતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યો સામેલ છે
(એજન્સી) તા.ર૮
કમિટી ટુ પ્રોટેકટ જર્નાલિસ્ટસ (સીપીજે)એ ૪૦૦થી વધુ કર્મશીલો અને સંગઠનો સાથે મળીને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં માગણી કરવામાં આવી છે કે, કાશ્મીરી પત્રકાર આસીફ સુલતાનને તાત્કાલિક મુકત કરવામાં આવે. નોંધનીય છે કે બે વર્ષ પહેલા ર૭ ઓગસ્ટે આસિફ સુલતાનની ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને લખેલા પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં જાણીતા લેખકો, પત્રકારો, શિક્ષણવિદો, સ્વતંત્ર પ્રેસના હિમાયતીઓ, ફિલ્મ નિર્માતાઓ અને સિવિલ સોસાયટીના સભ્યો સામેલ છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, રાજકારણ અને માનવાધિકારો સંબંધિત પત્રકારત્વ કરતા આસિફ સુલતાનને યુએપીએ હેઠળ અટકાયતમાં લેવા અયોગ્ય છે. સુલતાને કથિત રીતે આતંકવાદીઓના અને સરકારના ટીકાકારોના ઈન્ટરવ્યું લીધા છે. પરંતુ આ ઈન્ટરવ્યુ એક પત્રકાર તરીકે લેવામાં આવ્યા હતા એનો અર્થ એ નથી કે આસિફ કોઈ ગુનામાં સામેલ છે. આ પત્રમાં સીપીજેએ કહ્યું હતું કે જૂન ર૦૧૯માં સુલતાનની ટ્રાયલ શરૂ થઈ હતી. પરંતુ તે ઘણી ધીમી ચાલેે છે અને વારંવાર તેમના જામીન ફગાવી દેવામાં આવ્યા છે. સીપીજેએ આ પણ કહ્યું હતું કે પોલીસ વારંવાર તેમના લેખ અંગે પૂછપરછ કરે છે અને તેમને તેમના સૂત્રો જાહેર કરવાનું કહે છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પત્રકાર સાથે તેના પત્રકાત્વ બદલ વેર ન વાળવું જોઈએ.
Recent Comments