(એજન્સી) તા.૨૪
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું હતું કે સાંસ્કૃતિક વૈવિધ્યની વર્તમાન વાસ્તવિકતાને નકારવી અને તેના ફળસ્વરૂપે સંયોજિત સંસ્કૃતિની ઉપસ્થિતિ અને તેના સ્થાને નવા, ચુસ્ત અને બિનઉદારવાદી રાષ્ટ્રવાદના નામે એકલ સંસ્કૃતિને સ્થાન આપવું એ ધારાધોરણોનું પ્રતિગામી પાલન સ્વરૂપ છે.
‘આપણી સંસ્કૃતિ : સંયોજિત અને અદ્વિતીય’ પર સેન્ટર ફોર પોલિસી એનાલિસિસ ખાતે વાર્ષિક વ્યાખ્યાન આપતા ડો.અંસારીએ જ્યારે ભારતીય બંધારણના સંદર્ભમાં સંસ્કૃતિની વાતો કરી ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક પ્રકારની એકલ સંસ્કૃતિ લાવીને ભારતના વૈવિધ્યને દૂર કરવાનો પ્રયાસ એ બંધારણીય આદેશને નકારવા સમાન છે અને તેના દ્વારા વિકાસ તેમજ સાંસ્કૃતિક વૈવિધ્યના તમામ ઘટકોને ફુલતા ફાલતા અટકાવે છે.
ભારતીય લોકતંત્ર અને વૈવિધ્યના મુદ્દે શાંત પણ દ્રઢપણે બોલતા પૂર્વ ઉપરાષ્ટ્રતિએ ધાર્મિક સંદર્ભમાંથી તાલિબાનીકરણ શબ્દ ઉઠાવીને બંધારણ અને કાયદાના શાસનને ઉથવાવવાના પ્રયાસોના ભાગરૂપે તેને સ્થાન આપ્યું હતું. સૌપહેલા તેમણે જણાવ્યું હતું કે એકલ સંસ્કૃતિ વૈચારીક અભિગમ બંધારણની વિરૂદ્ધ છે તેથી ઉપર જણાવ્યા મુજબ નાગરિકોની ફરજના ભાગરીદ રાજકીય અનેે તેના ન્યાયિક આધારે તેના પર ધ્યાન કન્દ્રિત કરવાની જરૂર છે.
ડો.હમીદ અંસારીએ જણાવ્યું હતું કે શાળાના અભ્યાસક્રમોમાં, ઇતિહાસ અને સંસ્કૃતિ પરના પાઠ્યપુસ્તકોમાં વૈવિધ્યને ભૂંસી કાઢવાના અભ્યાસપૂર્વકના પ્રયાસોની અસરોનું સરકારી અને સાંસ્કૃતિક એજન્સી દ્વારા મૂલ્યાંકન કરવાની જરૂર છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંસારીએ વધુમાં જણાવ્યું હતું કે નાગરિકો એખલાસને પ્રોત્સાહિત કરવા બંધારણીય રીતે કર્તવ્યબદ્ધ છે.