(એજન્સી) તા.૩૦
નાગા સિવિલ, આદિવાસી સંગઠનો અને નાગ વિદ્રોહી જૂથોનું એક સંગઠન પ્રાદેશિક અને રાષ્ટ્રીય એમ ૧૧ રાજકીય પક્ષોને ૨૭ ફેબ્રુ.ના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ નહીં લેવા દેવા માટે દબાણ કરી રહ્યા હોવાની સાથે નાગાલેન્ડ હવે કટોકટી અને સંકટ તરફ ધકેલાઇ રહ્યું છે.
આ ૧૧ રાજકીય પક્ષોએં ૨૭ ફેબ્રુ.ના રોજ યોજાનાર ચૂંટણી નહીં લડવાનો અને તેનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. આ ૧૧ રાજકીય પક્ષોમાં શાસક નાગ પીપલ્સ ફ્રન્ટ ઉપરાંત કોંગ્રેસ, નેશનલ ડેમોક્રેટિક પીપલ્સ પાર્ટી, નાગાલેન્ડ કોંગ્રેસ, યુનાઇટેડ નાગાલેન્ડ ડેમોક્રેટીક પાર્ટી, આમ આદમી પાર્ટી, નેશનલ કોંગ્રેસ પાર્ટીર્, લોજપા, જદયુ અને નેશનલ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે.
૧૧ રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓએ કોર કમિટી ઓફ નાગાલેન્ડ ટ્રાઇબલ હોહોઝ એન્ડ સિવિલ ઓર્ગેનાઇઝેશન્સ (સીસીએનટીએચસીઓ) અને સાત નાગ નેશનાલિસ્ટ પોલિટિકલ ગ્રૂપ સાથે પાટનગર કોહિમામાં હોટેલ જાપફુ ખાતે ઉમેદવારી પત્રો નહીં ભરવાના સંયુક્ત ઘોષણાપત્રો પર સહીઓ કરી છે. ઘોષણાપત્રમાં જણાવાયું છે કે નાગ નાગરિકોને ચૂંટણી નહીં પણ સમાધાન જોઇએ છે. નાગ નાગરિકોનો એ સર્વાનુમતે દ્રષ્ટિકોણ છે કે ચૂંટણીથી વધુ મહત્વપૂર્ણ રાજકીય સમાધાન કે નાગ શાંતિ સમજૂતી છે. આ સ્થિતિમાં એ અનિવાર્ય બની ગયંુ છે કે શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવે. અમે લોકોની લાગણીઓનો આદર કરીને નિર્ણય કર્યો છે કે પક્ષો તરફથી કોઇને પણ ટિકિટ આપવામાં આવશે નહીં કે ન તો ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયામાં સામેલ થશે.
તમામ પક્ષોએ એવી અપીલ કરી છે કે કોઇપણ ઉમેદવાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ન ભરે. રાજ્યમાં ચાર ધારાસભ્યો ધરાવતા ભાજપે આ બેઠકમાં ભાગ લીધો ન હતા ેત્યારબાદ આદિવાસી નેતાઓએ જણાવ્યું હતું કે તેઓ ભગવા પાર્ટીને પણ જનાતાના વિચારો સ્વીકાર કરવા જણાશે. આદિવાસી સંગઠનોએ રાજ્યમાં ૨૭ ફેબ્રુ.એ યોજાનારી વિધાનસભા ચૂંટણી સ્થગિત કરવાની માગણી કરતા જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા રાજ્યની સાત દાયકા જૂની નાગ સમસ્યાનો ઉકેલ જરુરી છે.
સિવિલ સોસાયટીના કોર કમિટીના સભ્યો અને નાગ હોહોઝના ઉપપ્રમુખ એચ કે ઝિમોમીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોના સભ્યો કે ભૂગર્ભીય જૂથોના સભ્યો જેઓ લોકોના આ એલાનનો આદર નહીં કરે તેમને નાગ વિરોધી ગણવામાં આવશે.