(એજન્સી) અનાદોલુ, તા.૨૪
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પુષ્ટિ કરી છે કે નાગોર્નો-કારાબાખ આંતરરાષ્ટ્રીય રીતે અઝરબૈજાનના અવિભાજ્ય વિસ્તાર તરીકે ઓળખાયેલ છે. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલેલ યુદ્ધ પછી બે અઠવાડિયા પહેલા અર્મેનિયાએ અઝેરીઓથી હાર મેળવ્યા પછી આ વિસ્તાર છોડી દીધું હતું એ પછી પુતિને કહ્યું છે. રશિયન ટી.વી. ચેનલ રોસ્સ્સીયા ૧ સાથે વાતચીત કરતા પુતિને જણાવાયું કે, યેરેવેઅને એમના કબજા દરમિયાન નાગોર્નો- કારાબાખની સ્વતંત્રતાનું ઈનકાર કર્યો હતો એનાથી પુરવાર થાય છે કે આ પ્રાંત અઝરબૈજાન વિસ્તારનો અવિભાજ્ય ભાગ છે. પુતિને કહ્યું કે, અર્મેનિયાએ નાગોર્નો-કારાબાખની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને સ્વીકારી ન હતી. આનો અર્થ આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ બંને નાગોર્નો-કારાબાખ અને એની આજુબાજુનો સમગ્ર વિસ્તાર અઝરબૈજાનનું આંતરિક ભાગ હતો અને છે. એમણે નોંધ્યું કે, જો કે નાગોર્નો-કારાબાખનો દરજ્જો હજુ નિર્ધારિત કરાયો નથી અને અમે સંમત થયા છીએ કે આ વિસ્તારની સ્થિતિ જે રીતે છે એ જ રીતે યથાવત રાખવી. ભવિષ્યમાં ભવિષ્યના નેતાઓ અને શાસકો નિર્ધારિત કરશે. આ પર્વતીય વિસ્તાર દાયકાઓથી બંને દેશો વચ્ચે વિવાદોમાં રહ્યે છે. અર્મેનિયાના અલગતાવાદીઓનો કબજો હોવા છતાં એ આંતરરાષ્ટ્રીય રીતે અઝરબૈજાનના વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે. જો કે, આ વિસ્તાર અર્મેનિયાના નિયંત્રણ અને કબજા હેઠળ હતું જેને તેઓ “અર્ત્સાખ” કહેતા હતા, જે અધિકૃત રીતે અર્મેનિયાના મૂળ ત્રાસવાદીઓના કબ્જા હેઠળ હતો નહીં કે અર્મેનિયાના સૈન્યના કબ્જા હેઠળ હતો. જેનો અર્થ એ થાય છે કે, આ પ્રાંત અલગતાવાદી ચળવળથી મેળવાયેલ હતું જેથીએ વિવાદિત હતું. આ પરિસ્થિતિમાં ૬ અઠવાડિયાના યુદ્ધ પછી ફેરફાર થયું છે. રશિયાની મધ્યસ્થી દ્વારા ૯મી નવેમ્બરે જાહેરાત કરાઈ હતી કે, અર્મેનિયાએ પોતાના દળો પાછા ખેંચી લેવા અને આ પ્રાંત અઝેરીઓને સોંપી દેવું અને રશિયાના દળો તુર્કીના સૈન્ય સાથે મળી આ શાંતિ પ્રક્રિયાનો અમલ કરાવશે.