(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૪
દક્ષિણ ગુજરાતની એક માત્ર મુખ્ય સરકારી હોસ્પિટલ એવી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પાછલા લાંબા સમયથી બંધ સિટી સ્કેનને ફરી શરુ કરવાના મુદ્દે ચાલેલા આંદોલન બાદ તંત્રે નવું મશીન નહિ આવે ત્યાં સુધી દર્દીઓ પાસે નાણાં લીધા વિના જ સિટી સ્કેન કરી આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
જ્યારે બાકીના પૈસા નવી સિવિલ તંત્ર દ્વારા ચુકળી અન્ય સીટી સ્કેન સેન્ટરમાં મોકલાશે તેવો પરિપત્ર બહાર પાડ્યો હતો. જો કે બહાર પાડેલા પરિપત્રને દર્દીસેવા સમિતિ હડતાળ સમેટી લેવા માટે નનૈયો ભણી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સ્માર્ટસીટી બનાવાનું લોકોનુ સ્વપ્ન દેખાડતુ સરકારી તંત્ર છેલ્લા છ મહિનાથી સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા છ મહિનાથી સીટી સ્કેન બંધ હોવાને કારણે દર્દીઓને ખાનગી સીટી સ્કેન સેન્ટરમાં વધારે રૂપિયા ચૂકવીને સીટી સ્કેન કરાવવું પડતું હોય છે. આ બાબતે સાંસદ તથા ધારાસભ્યોની અનેક વખત તંત્રને બાકી રહેલા ગ્રાન્ટમાંથી સીટી સ્કેન રીપેરીંગનો ખર્ચ કરાવવો તથા નવું સીટી સ્કેન ખરીદવા બાબતે લેખતિમાં રજુઆત કરી હોવા છતાં રાજયાના આરોગ્યમંત્રી સુરતના હોવા છતાં નફફટ બનેલું તંર્ત આ બાબતે કોઈ કાર્યવાહી કરી નહીં કેન્દ્ર સરકારની રૂપિયા ૧૭૦ કરોડની ગ્રાન્ટની સાથે સાથે સરકારને સીટી સ્કેન દ્વારા રૂપિયા ૨ કરોડથી વધુની રેવન્યુ મળી હોવા છતાં રીપેરીંગ કરવા ૪૨ લાખની ગ્રાન્ટ કે નવું સીટી સ્કેન ખરીદવા માટેની કોઈ કાર્યવાહી સુધ્ધા કરી નહીં હતી આખરે દર્દી સેવા સમિતિ ભૂખ હડતાળ પર ઉતરતા આખરે નફફટ તંત્ર કાર્યવાહી હાથ ધરી હતી.