(એજન્સી) મુંબઈ, તા.૧૧
તનુશ્રી દત્તાએ નાના પાટેકર ઉપર જાતીય સતામણીના આક્ષેપો મૂકી પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને પોલીસે નાના પાટેકર, નૃત્ય નિર્દેશક ગણેશ આચાર્ય, નિર્માતા સમી સિદ્દીકી અને નિર્માતા રાકેશ સારંગ સામે કેસ નોંધ્યો છે. વધારાના પોલીસ કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે, ઓશિવારા પોલીસ સ્ટેશને નાના પાટેકર અને અન્ય ત્રણ વિરૂદ્ધ ઈપીકોની કલમ ૩પ૪ (મહિલાની જાતીય છેડતી કરવાના ઉદ્દેશ્યથી હુમલો કરવો) અને પ૦૯ (શબ્દ અથવા કૃત્ય દ્વારા મહિલના વિનયનું અપમાન કરવું) હેઠળ ગુનો નોંધાયો છે. એમણે કહ્યું કે હજુ સુધી અમે કોઈની ધરપકડ નથી કરી. અમે કેસની તપાસ કરીએ છીએ. તપાસ પછી આગળની કાર્યવાહી હાથ ધરીશું. તનુશ્રી ગઈકાલે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં બુરકો પહેરી ગઈ હતી અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. તનુશ્રીના આક્ષેપો ભારતમાં શરૂ થયેલ ‘સ્ીી ર્‌ર્’ અભિયાનનો એક ભાગ છે. હાલમાં આ અભિયાન હેઠળ ઘણી બધી મહિલાઓ આગળ આવી છે અને પોતે ભોગ બનેલ હોવાનું જણાવી રહી છે. આ પ્રકારની જાતીય સતામણીના આરોપીઓમાં કોમેડી ગ્રુપ એઆઈબી, અભિનેતા રજત કપૂર, પૂર્વ ગાયક અભિજીત ભટ્ટાચાર્ય, વિકાસ બહલ, લેખક ચેતન ભગત, અભિનેતા આલોકનાથ, કૈલાશ ખેર અને કેન્દ્રીય મંત્રી એમ.જે. અકબરના નામો બહાર આવ્યા છે.